SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુદશીકળ] મોરબી સ્ટેટને ઇતિહાસ. ૨૦૫ બીથી મેટો સંઘ કાઢી રાજ્યનું કામ જવાહેતાને સોંપી દ્વારકાં યાત્રા માટે જતા હતા. રસ્તામાં જામનગરમાં જામ તમાચીજી (બીજા)ના વિશેષ આગ્રહથી ત્યાં રોકાયા. રાજ્યની કેટલીક ગેર વ્યવસ્થા જઈ, ઠા.શ્રી અલીયાજીએ પિતાના હજુરી સાથે ( જામશ્રી તમાચીજી સાંભળતાં ) કચ્છી ભાષાની સમસ્યામાં કહ્યું કે “ જેડો ગંજે આયં, એડો ટોયો નામં:” (જેવું ગામ છે તે રખવાળ (ધણી) નથી.) ઉપરના વાકયથી જામશ્રી તમાચીજીએ વિચાર્યું કે કદાચ ભવિષ્યમાં અલીયજી મારા રાજ્યને ઈજા કરશે, એમ ધારી પડધરીવાળા હાલાજી (કાકાભાઈ)ને કહ્યું કે “અલીયાજી યાત્રા કરી પાછા વળે ત્યારે તેને પડધરીમાં આગ્રહ પૂર્વક રોકી તમે દગો કરી, મરાવી નાખજે” એ સંકેત પ્રમાણે જ્યારે ઠા.શ્રી દ્વારકાથી પાછા વાળ્યા ત્યારે હાલાજીએ પડધરી રોકી, દગાથી તેઓનું ખુન કરાવ્યું. તેઓશ્રીને ત્રણ કુમાર હતા. તેમાં પાટવિ રવાજી ગાદીએ આવ્યા. અને (૨) જીયાજીને મોડપરમાં ગિરાસ મળે. અને (૩) કુંવર હરધોળજ કુવરપદે દેવ થયા હતા, (૩) ઠારકેશ્રી રવાજી (વિ. સ. ૧૭થી ૧૮૨૦) ઠા.શ્રી રવાજીએ ગાદિએ બેસી, પિતાના પિતાને મારનાર હાલાજી ઉર્ફે કાકાભાઈને મારવા માટે તેઓએ મેટું સૈન્ય લઈ પડધરી ઉપર ચડાઈ કરી. તે લડાઈમાં કાભાઈ હાર ખાઈ ભાગી જતાં ઠા.શ્રી રવાજીએ પડધરીને ઉજજડ કરી પિતાનું વેર વાળી પ્રતિજ્ઞા પૂર્ણ કરી. એ લડાઇનું એક ચારણ કવિએ વર્ષાઋતુનું રૂપક બાંધી, ચારણી ભાષામાં કાવ્ય રચેલ છે, જે જુની હસ્ત લેખિત પ્રતમાંથી મળતાં અત્રે આપેલ છે. वर्षा ऋपक गति वहे झुझाळां झुझाळां दळां, वादळा भाद्र वावाळां । अकाळां जंजाळे नाळां गडुडे अछेह ॥ धारोळे वेराळां माथे उजळां लोहाळां धार । मंडाणो जोराळां रवो, अणगोळां मेह ॥१॥ દંત કથા એવી છે કે હાલાજી તથા ઠા.શ્રી અલીયાજી બન્ને સાટુભાઈ થતા હતા. એક વખત હાલાજીના ઠકરાણુની મોરબી ઠકેર અલીયાજીએ મશ્કરી કરી. એ વાતની જાણ હાલાજીને થતાં, તેઓએ ક્રોધમાં ઉશ્કેરાઈ જતાં, ઠા.શ્રી અલીયાને માર્યા પછી જામનગર આવી એ વાત જામ તમાચીજીને કહી, મોરબી ઉપર ચડાઈ કરવા લશ્કરની માગણી કરી. તે મદદ નહિં મળતાં, તેણે જામ તમાચીને પણ માર્યા, પછી પોરબંદરના રાણું કાંઈ સગપણમાં થતા હોવાથી ત્યાં મદદ માટે ગયા. ત્યાં પણ રાણાએ મદદ નહિં આપતાં, તેને પણ માર્યા. એમ ત્રણ રાજાઓને મારી તેઓ ત્રણેય રાજ્યથી નાસતા ફરતા હતા, તેઓ એવા ઝનુની હતા કે તેના હાથ અને તરવાર હંમેશા રૂધિરથી ખરડાએલાં જ રહેતાં. તેઓના મરણ વિષે બે મત્ત છે, મોરબીના ઇતિહાસ કર્તા, ઠા,શ્રી રવાજી સાથેની લડાઈમાં માર્યા ગયાનું લખે છે, ત્યારે સોરઠી તવારીખના કર્તા મોડપરના કિલ્લાની બારીમાં મેરૂ ખવાસના સિપાઇની બંદુકની ગોળીથી મરાયાનું લખે છે,
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy