SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ દશમીકળ] કચ્છ અને ઈતિહાસ. ૧૮૫ पानी था सो बह गया, रहा छार अरु कीच ॥ रह्या छार अरु कीच, नीत उनियां कर जानी। अंक बीना रादेश, देश उनियां घर आनी ॥ कहे कवि केशवराम, तमड सुत नामे छत्ता ॥ सरवे ले गया साथ, कच्छकी शोभा फत्ता ॥ ३ ॥ જમાદાર ફતેહમહમદને ઇરાદો કંપની સરકારને ગુજરાત કાઠીઆવાડમાંથી હાંકી કાઢી ત્યાં કચ્છી સત્તા સ્થાપવાનો હતો, તેથી તેણે સાંતલપુર આગળ થાણું બેસારી કાઠીઆવાડને રાજકીય વિષય હાથ ઘર્યો, અને દૂરના રાજાઓના સાથે મૈત્રી સબંધ બાંધ્યો, તેમજ હૈદરઅલીના પુત્ર ટીપુસુલતાન સાથે તેને ગાઢ મૈત્રી બાંધી ભેટ સોગાદની આપલે કરી હતી, તેમાં ટીપુ સુલતાને શ્રીરંગાબાદમાં બનેલી એક મોટી તપ ફતેહમહમદને ભેટ આપી હતી, જે તેપ હાલ અંજારમાં છે, વિ. સં. ૧૮૭૦માં કષ્ટદેશમાં પ્લેગની સખત બીમારી ચાલતી હતી, તે અરસામાં જમાદાર વાગડ પર ચડાઈ કરી ફતેહ મેળવી આવ્યા પછી, ત્રીજે દીવસે તેને પ્લેગની ગાંઠ નીકળી અને તેજ બીમારીમાં વિ. સં. ૧૮૭૦ના આશુ સુદ ૧૧ને દીવસ ૬૧ વર્ષની ઉમરે પિતા પાછળ ચાર સંતાનો મેલી તે ગુજરી ગયા, (બે પુત્ર બે પુત્રીઓ) આ સમયમાં કચ્છમાં એક નામાંકીત બીજી વ્યકતી હતી તેથી તેનું વૃત્તાંત આ સ્થળે આપવું યોગ્ય જાણું ટુંકામાં લખું છું. –ી સુંદર સોદાગર કરુંવિ. સં. ૧૮૨૯માં સુંદરજી સોદાગરને જન્મ માંડવી પાસે ગુંદીયાળી ગામમાં બહાક્ષત્રી શીવજી હીરજીને ત્યાં થયો હતો. તેની સ્થિતિ સાધારણ હતી. જ્યારે તેના પિતા ગુજરી ગયા ત્યારે તેના હિસ્સામાં આવેલી તમામ મિલ્કત તે જુગારમાં હારી ગયા. પાછળથી તેને પસ્તાવો થતાં તે કુછંદ છેડી કાંઈ યોગ્ય ધંધો કરવા વિચાર થતાં, માંડવીના નગરશેઠે તેને મદદ આપી. તેથી તેણે કરછી ઘોડાઓ ખરીદી મુંબઈ તથા મલબાર કિનારા પર વેચવાની શરૂઆત કરી તેમાં તેને સારો ન થયો. અને એક મોટા સોદાગર તરીકે નામના મેળવી. વિ. સં. ૧૮૫૧માં અંગ્રેજ સરકાર અને ટીપુ સુલતાન વચ્ચે લડાઈ થઈ ત્યારે બંને પક્ષોને વહાણોના વહાણ ભરી ઘોડાઓ પુરા પાડ્યા હતા. તેમાં તેણે લાખે પીઆ મેળવ્યા હતા. ટીપુ સુલતાને સુંદરજી શેઠને ઉમદા પોશાક સાથે કલગી આપી હતી. તેમજ અંગ્રેજ સરકારે લખનૌના કરારોપર સહી કરવા પિતાના વતી હીંદી એલચી તરીકે સુંદરજી શેઠને મોકલ્યા હતા. તે વખતે સોનાનાં કડાં, મોતીની માળા ઉમદા પોશાક સાથે બે તપે આપી હતી. તે બંને તોપો શેઠે મહારાઓશ્રીને ભેટ તરીકે મોકલાવી આપી હતી. ઘોડાની સોદાગરીમાં શેઠ પાસે કરોડો રૂપીઆની મિલ્કત એકઠી થઈ હતી. તેથી તેણે હૈસુર, માંગરોળ, કુમઠા, કલીકેટ, મુંબઈ, મલબાર, અમદાવાદ, પુના, વડોદરા, રાજકોટ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy