SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરનો ઇતિહાસ. (તૃતીય કળા) ચાડ દરવાણુએ કહ્યું કે, આજે ગાડાંમાં એકલું ઘાસ નથી, કાંતો સફળેલ મગ છે, કાંતો આળું માંસ છે, તેથી તે ગુજર રજપુતે ગાડાં ઉભા રખાવી ખાત્રી કરવા એક ગાડામાં સાંગને ઘા કર્યો. તે સાંગ ધુરર નામના લડવૈયાને સાથળમાં વાગી પણ તેણે પોતાના કપડાથી પકડી, જેથી લેહી લેવાઈ ગયું ને તે સાંગ બારી કાઠી દરવાને જોયું તો લેહી વિનાની લાગતાં તે ગાડાં લઈ જવાની રજા આપી, દરબારગઢમાં ગાડાં પહોંચતા એ આઠ બખતરીયા હથીયારબંધ ગુંતનીના રાજમહેલ પાસે આવી ઉતર્યા, એટલે કંવર મનાઈ તેમની સરદારી લઈ સાત સાધાપર ચીતે હલ કરી તે સાનેને કાપી નાખી ગુંતળી કબજે કરી રાજ્ય વ્યવસ્થા માટે યુવરાજ મેડને પાટનગરથી બોલાવ્યો. ઉપરની રીતે ચાવડા અને સોલંકિ સત્તાને નાશ કરી મેડ અને મનાઇની વાઘેલાપર દૃષ્ટિ પડી, ને તેને યુવરાજ કુંવર સાડને વાગડ મુકો ત્યાં તેણે જઈ એક પછી એક ટેટલાએક ગામડાઓ જીતી લઈ સમા સત્તા વિસ્તારી એ વખતે ગેડીમાં ઘરણ વાઘેલા રાજ્ય કરતો હતે, વાઘેલા સત્તાનો સર્વનાશ અટકાવવા ઘરણ વાઘેલે મોડના યુવરાજ કુંવર સાડને પિતાની દીકરી પરણાવી વાગડના થોડાક ભાગ ઉપર પોતાની સત્તા રાખી, કચછના ત્રણ મેટાં રાજ્યો જીતી લઇ, મેડ અને મનાઈએ મળી તેના ચાર ભાગ કર્યા તેમાં મોડ પાટવી હેવાથી બે ભાગ તેણે લીધા, એક ભાગ મનાઈને આવે અને એક ભાગ પોતે કરેલા પાપનાં પ્રાયશ્ચિત અથે ધર્માદામાં કાઢો. આ ભાગ પણ મનાઈએ લઈ લીધું અને તેની પેદાશામાંથી મહાદેવશ્રી કોટેશ્વરજીની પ્રતિષ્ઠા વધારવા ત્યાં ગયા. કેઠા નામે કુંડ બંધાવ્યું અને તે સીવાય સરણેશ્વર અથવા નીલકંઠ મહાદેવનું એક સુંદર મંદિર બંધાવ્યું. તેમજ એ મંદિર અને કુંડ સિંધુસાગર સરોવરના મધ્યમાં હેવાથી ત્યાં જવા આવવા માટે પાજ-(પુલ) બાંધી જવા આવવાની સુગમ કરી આપી બાદ પોતાની ગાદી ગુલાઇગઢમાં રાખી. અને મેડ પાટનગરમાં રાજ્યકર્તા થયે મનાઈના હાથથી ગેaહત્યા આદિ ઘણું પાપ થયા હતા. એવા જુલમને કચ્છી ભાષામાં “કેર” કહે છે જેથી મનાઈના વંશજે ઠેર કહેવાય. સિંધ અને બીજા પરદેશી રાજ્યોના આક્રમણથી કચછને રક્ષવા માટે મેડે કચછની પૂર્વ દિશાએ વાગડ પરગણામાં એક ડુંગરી કિલ્લો બાંધવા એક ડુંગર પસંદ કર્યો, ત્યાં કંથડનાથ નામને એક તપસ્વી (સિદ્ધ) તપ કરતો હતો, તેણે ત્યાંથી ઉઠી જવા કહેતાં તે ઉઠયો નહિ, અને કહ્યું કે “બચ્ચા દુશરા બત ડુંગર હે ઉધર તુમ કિલ્લો બનાવ, ઈધર હમેરા આશ્રમ હૈ ઉસસે તેરેસે કિલ્લા નહિ બનેગા પરંતુ મેડે નહિ માનતા રાજહઠથી બળાત્કારે તેને ઉઠાડી કિલ્લો બાંધો શરૂ કર્યો. તપસ્વી કંથડનાથે ત્યાંથી થોડે દૂર જઈ આશ્રમ કર્યું. એકાદ વર્ષ જતાં કિલ્લો પુરા થતાં કથડનાથે પોતાની કંથામાંથી એકજ દરે ખેંચી કાઢતાં કિલ્લો જમીનદોસ્ત થયો. પછી ફરી માટે કિલ્લે જણાવ્યા અને તે પર થતાં કંથડનાથે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy