SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રીયદુવંશપ્રકાશ [દ્વિતીયખંડ सोरठा-साभैयो सरदार. शेर बुलंद आयो चढी । काछो समदर करी, ते दाखवीयो देशळा ॥ १ ॥ देशळ वाइ डोक, माथे तां मुगलां तणें । तरकें वाइ तलाक, भूज नगर भेट्या तणी ॥ २ ॥ ઉપરની લડાઈ પછી દેવકરણ શેઠની યુદ્ધ કુશળતા અને કાર્યદક્ષતા પર ખુશ થઇ, મહારાઓશ્રીએ તેને દિવાનની પાઘડી પહેરાવી રાજકારભાર સે હતે. ઓખામંડળમાં વસતા, ચાંચીયા લેકે માંડવી બંદરના વહાણને નુકશાન પહોંચાડતા હોવાથી, તેઓને અટકાવવા માટે મહારાઓશ્રીએ ત્યાં “કચ્છી ગઢ નામનો કિલ્લો બંધાવી થાણું બેસાર્યું. તેમજ ભૂજન અધુરો કિલ્લે પુરો કરાવ્યો. અને મુંદ્રા, રાપર અને બાળભાના એમ ત્રણ નવા કિલ્લાઓ બંધાવી રાજ્યની આબાદી કરી, પાટવિકુંવર લખપતજી ઘણુજ ખરચાળ હોવાથી તેઓને વારંમવાર મહારાઓશ્રી ઠપકે દેતા, અને જ્યારે વધુ દીલગીર થતા, ત્યારે કુંવર નાસી જવાની ધમકી આપતા, અને એક વખત તે ઉદેપુરના મહારાણા પાસે જઈ રહેવા તૈયાર થયેલા, ત્યારે મહારાઓશ્રીએ યુકિતથી સમજાવી શાંત કર્યા હતા. રાઓશ્રી દેશળજીનાં કુંવરી ઉદેપુરના મહારાણાશ્રી કલ્યાણમલજી વેરે પરણવ્યાં હતાં. પરંતુ રાણાજી એક સુતારકન્યા ઉપર મોહીત થતાં તેને પરણીને જમાનામાં લાવ્યા. તેથી જાડેજી રાણીને મેહેલે પધારતા નહિ. આમ અણમાનેતી સ્થિતીમાં રહેવું ઠીક નહિં લાગવાથી બીશ્રીએ મહારાઓશ્રી દેશળજી ઉપર પત્ર લખી જણાવ્યું કે “ મારી સ્થિતી ભયંકર છે, જો વહાર નહિં કરે તે હું દેહ ત્યાગ કરીશ ” તેથી મહારાઓશ્રીએ પિતાના રાકજવિને ઉદેપુર મોકલ્યા, મહારાણુથી કાયમ સુતારણનાજ જનાનખાનામાં રહેતા હોવાથી કચેરીમાં પધારતા નહિં. એ ખબર રાજકવિને ઉદેપુરમાં થયા. તેથી મહારાણાની સલામ નહિં થાય તેમ ધારી જનાનખાનાના કિલ્લાની પાછળ ઝુંપડી બાંધી તેઓ યોગીવેશે ત્યાં રહી, દરરોજ રાત્રી વખતે “અંતર” નામનું વાજીંત્ર બજાવી ભજન ગાવા લાગ્યા. એક રાત્રે મહારાણાએ તે ભજન સાંભળ્યું. અને તપાસ કરાવતાં, કિલ્લાના કાઠા ઉપર બેઠક ગોઠવાવી, ત્યાં બેઠા. અને ગઢ નીચે માચી ઉતરાવી તે ગીવેશ ધારી કવિને ઉપર સિંચ. એ વખતે કવિએ નીચેને દુહે કહ્યો :– चडीयुं कांट कथीर, (एथी) सुवरण सोंघेलं थयुं । () ને થોડ, (તેને) વાંs વો વળામહ || ૨ અર્થ–સુવર્ણ તળવાના કાંટામાં કથીર ચડતાં (ખાતાં) સોનું સોંઘું થતાં અત્યારે કોઈ ભાવ પુછતું નથી એ અત્યારના સમયની બલિહારી છે. પણ હે, વીર પુરૂષ કલ્યાણમલ સેનું તે સોનું અને કથીર તે કથીર નીવડે તે લક્ષ લેજે. હું બીજું શું ઠપકે આપું ! ઉપર દુહે સાંભળ્યા પછી મહારાણાશ્રીએ જાડેજી રાણીશ્રીને મહેલે રહેવું શરૂ કર્યું. અને કવિને પણ ભુજ જવા નહિ દેતાં પિતા પાસે જ રાખ્યા. કવિવીના મહારાઓશ્રી દેશળજીને કસુંબો ઉગતો નહિં. પણ નિરૂપાયે તેને ઉદેપુર મોકલ્યા હતા. તેથી રાણાજી પાસે રહેતી વખતે કવિએ માગેલું કે “ જે દિવસે મારા તમારામાં જુદાઈ ભાળીશ તે દિવસે હું ભુજ જતો રહીશ. ” રણુજીએ એ વાત કબુલ કરી. રાખ્યા હતા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy