SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કળ] ગોંડલ સ્ટેટનો ઈતિહાસ. ૧૦૭ હજાર કેરી અમે આપી છે તે અમે નવાબ પાસેથી લેશું, માટે ફારગતી લખી આપે તે નકકી થઈ શકે,” તેથી જમાદારે ફારગતી લગી ભાટને સંપી અને નવાબ પાસેથી પણ મુખત્યારીનું લખત કરાવી, કેરી ૨૫ હજાર આરબને આપી, આરબે કેરી ૫ હજાર ભાને વટાવની મજરે આપી, બાકી કેરી વીશ હજાર એક ગાંડળ દરબાર પાસેથી લઈ જમાદાર અને તેની શરબંધી કૂચ કરી ગયા. ત્યારપછી નવાબશ્રીને લઈ ભા ધોરાજી આવ્યા. ત્યાં પાંચ દિવસ મહેમાનગીરી કરી, પિશાક પહેરાવી જુનાગઢ વિદાય કર્યા. તે વખતે ઉપલેટું, ઈશરૂ, મુરખડું, અને જાળીવું. નવાબસાહેબે ભાઈને આપી પરવાને લખી આપ્યા. તથા સરવૈયા બામણીયાજીની મહેનતના બદલામાં છવાનું અને કેસરવાળું ભાંએ નવાબસાહેબ પાસેથી અપાવ્યાં. ત્યાર પછી પોરબંદરના રાણાએ વેરાવળ જીતી લીધું. તે પણ ભા' કુંભાજીએ જુનાગઢને પાછું અપાવ્યું. આવી રીતે અનેક આફતમાં નવાબને મદદ કરતાં, જેતલસર, મેલી, મજેઠી, લાઠ અને ભીમેરા નામનાં ગામો મેળવ્યાં. તે સિવાય ત્રણ લાખ જામશાહી કરી આપી ગીરમાં આવેલાં સરસાઈ અને ચાંપરડા નામના પરગણાએ હાથ કયો. મલુકમીયાં નામના સંધી કેટલાક લુંટારૂઓની ટોળી ઉભી કરી દેવડાનો કિલ્લો બાંધી આસપાસના ગામડાં દબાવી બેઠે હતો. તે જુનાગઢ અને ગાંડળના ગામડાઓ લુંટ, દેવડાને ફરતી ગીચ ઝાડી હતી. તેથી અજાણ્યો ધોળે દહાડે પણ તેમાં જઈ શકતો નહિં. ઘણી વખત ભા’એ તે સંધીને પિતાના ગામોને નહિં રંજાડવા કહેવરાવેલ પણ તે મગજના ફાટલ મલુકમાયાએ માન્યું નહિં. તેથી જુનાગઢ અને ગંડળના લશ્કરે દેવડા ઉપર કુચ કરી. ઝાડી વાઢવા સારૂં સાથે કઠીઆરાની પણ એક ફેજ લીધી. ૩૫૦ કુહાડા કામે લગાડી માર્ગ કર્યો. અને મલુકને તેના કેતરમાં જ દબાવી તાબે કર્યો, ભવિષ્યમાં તે દુશ્મનરૂપે ન થાય માટે નવાબ પાસે નોકરી અપાવી તેને શાંત કર્યો. આ નોકરી બદલ કુંભાજીને શરત પ્રમાણે મલુકમીયાં તરફથી ગામો મળ્યા, તે છે. હોવાથી જુનાગઢને આપી તેના બદલામાં સુપેડી અને ગણોદ પિતાને હવાલે લીધાં. દેવડાનો કિલ્લો કબજે કર્યો તે બાબતનો પ્રાચિન દુહે છે કે – विभाहर हाला सतण, वांधाळा तुं वाढ्य । कुंभा चुंटी काढ्य, दुनियामांथी देवडं॥ તે સિવાય ઠા.શ્રી કુંભાજીના ઘણું કાવ્યો છે પરંતુ જે મને મળેલ છે. તે અત્રે આપવામાં આવેલ છે ॥दोहा॥हेठे सफरा गंग वहे,उपर कोठा अडुड,गोडळ कुंभो खडगडे,हालाणी हडुड॥१ सबळ कुंभा आदेश, वड हथ वश तारा, नवखंड तणा नरेश. भुजाएं भेळा थीया।।३ नेजां जे नवा, तणा, धसी गीड्या धींग, तो सामी तरसींग, केर बंधीगो कुंभडा॥२ नेजां जे नवाबु तणा, गजबंध गर केडा, ए हालाणी हेडा, केर शिखायों कुंभडा॥४ तेतर पर टांपे नहिं, बीतां फरे बाज. राम सरीखां राज, कीधां ते तो कुंभडा॥५ भामनीयु वगडे भमे, हैये हीडळे हार, जेवो पोरो रामनो, एवी कुंभाजी वार ॥६॥ – વાર માનું શીત – अवतारी पास धरा चो अनुपम, तवीए अधीक गणो वह तेज ॥ अरीयां तणे सीमाडे उभो, जाळंधर कुंभो जाडेज ॥ १ ॥ परजा बधी घणो सख पावे, गावे मंगळ चार गणी ॥
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy