SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કળા] ગાંડળ અને ઇતિહાસ. ૧૦૫ સાત ગામના બદલામાં ૬૦ ઘોડેસ્વારની સહાયતા આપવા ઠરાવ્યું. વાઘેલા ઉદેસિંહજી તથા સરવૈયા બામણીયાજીને બબ્બે ગામના બદલામાં ૨૫ અને ૬૦ સ્વારથી નોકરી કરવા ઠરાવ્યું. ભાના ઠકરાણું નાનીબાના ભાઈને ( રાયજાદાને ) સોડવદરથી બોલાવી ૧૫ ઘેડામાં ચાકરી રાખી રૂપાવટી ગામ આપ્યું. મુળીલાના ખીમાણીને ૧૫ ઘેડાથી ચાકરીમાં રાખીને સંવત ૧૮૧૫ની સાલથી મોજે તોરણીયા ગામ આપ્યું. હરળને ૨૫ ઘેડાથી નોકરી આપવા ઠરાવી વાડોદર ગામ આપ્યું (વિ. સં. ૧૮૧૬) વાઘેલાઓને અને ૨૫ ઘોડેસ્વાર અને ૫૦ પાળાથી નોકરીમાં રાખી, ભાડેર તથા ભાદાવાળાનું જાળીયું, એમ બે ગામે આપ્યાં. એ પ્રમાણે ઝાલા, સરવૈયા, વાઘેલા, ખીમાણી, હરધોળ, વાઢેર, સુમરાણી, અને ખંઢેરીયા, રજપુતો ઉપરાંત આરબની બેરખો અને બીજી ઈતર લડાયક કેમને છવાઈ આપી નોકરીમાં, રાખ્યા હતા. તેઓશ્રીએ તે જીવાઈના ગામો આપવામાં એવું બુદ્ધિચાતુર્ય વાપર્યું હતું કે, ગોંડળ રાજ્યની સરહદના કિલારૂપે તેઓને ગોઠવ્યા હતા. જુનાગઢના નવાબ બહાદુરખાન આરબનો ચડત પગાર ચુકવી શક્યા નહિં. તેથી આરએ નવાબને ઉપરકેટમાં કેદ કર્યા. પણ શેખ મહમદ ઝબાદિને ભાકુંભાજીની પાસેથી ધોરાજી આસપાસના થોડાક ગામો આપી પૈસા લઈ આરબોના પગાર ચુકવી નવાબને છોડાવ્યા તે બહાદુરખાનજી પછી નવાબ મહાબતખાનજી જુનાગઢની ગાદીએ આવ્યાં ત્યારે વિ. સં. ૧૮૧૫ અને ૧૮૧૬ એ બે વર્ષને શિરબંધીને પગાર ચો. તેથી પાછું આરબ જમાદાર બા સુલેમાને તોફાન મચાવ્યું. અને એ તેફાનમાં નવાબની કાકી બીબી. સાહેબા સુલતાનાએ સામેલ થઈ આરબને કહ્યું નવાબને બેડીયો નાખી કેદ કરો અને મારા દીકરા મુજફરખાને ગાદીએ બેસારો તો હું ત્રણ લાખ કારી તમને આપી, નેકરીમાં કાયમ રાખું તેથી આરબોએ નવાબ મહોબતખાનને ઉપરકેટમાં કેદ કરી, ઘેરો નાખ્યો. તે વખતે નવાબની મા ઉકાભાઈને મહેતો દિવાન શિવદાસ પંડ, જુનાગઢથી ચાલી રાંધણપુરના નવાબ કમાલઉદ્દિન પાસે ગયો, અને નવાબને છોડાવા મદદ માગી. તેથી કમાલઉદ્દિન લશ્કર લઈ જુનાગઢ આવ્યો અને સરદારબાગમાં ઉતર્યો. એ સૌરાષ્ટ્રની ભુમી અને જુનાગઢનું અંધેર જોઈ તેની દાનત બગડી, તેથી આરબ જમાદારને કહેવરાવ્યું કે “તારી ચડેલી કેરી આપું, પણ જુનાગઢને અને નવાબને મારે હવાલે કર આ વાતની બાતમી ભાભી કંભાજીને ધોરાજી પહોંચી, ત્યારે તેઓએ આરબ જમાદાર બા સુલેમાનને લખી મોકલ્યું કે “ જુનાગઢ અને નવાબને તું સોંપીશ તો આરબ જાત માથે ફીટકાર લાગશે, અને આરબને બુટલ કેમ ગણી, કોઈ નોકરીમાં રાખશે નહિં. જમાદારે જવાબ લખી મોકલ્યો કે “સુલતાના બેગમ ખુટી છે. અમારી ઠરાવેલી ત્રણ લાખ કરી દેતી નથી અમારી શીરબંધીને ખાવા દાણું નથી, નીચે કમાલઉદિનખાન ઘેરો નાખી પડેલ છે. અને અમે ઉપરકેટમાં છીએ તે અમારે ખાવું શું.?” આ સમાચાર મળ્યા પછી ભાએ વિચાર્યું કે “ જે જમાદારને મદદ નહિં આપીએ તે તે જુનાગઢ અને કમાલઉદ્દિનને હવાલે કરશે, અને તે નવાબનું ખુન કરી જુનાગઢને ઘણી થઈ બેસશે એમ વિચારી નવાબને બચાવવા ખાતર જમાદારને લખી મોકલ્યું કે “માસ * કઈ ઇતિહાસકાર તે જમાદારનું નામ “ બાસલખાન ” લખે છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy