SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ ચતુર્થ કળ] ગાંડળ સ્ટેટના ઇતિહાસ. તેથી કુમારશ્રી કુંભાજી જુનાગઢ ગયા અને ત્યાંના બાદશાહી ફેજદાર કુતુબુદ્દીનની મદદ માગી. તેથી કુમારશ્રી સાહેબજીએ પણ જામનગરથી જામસાહેબની મદદ માગી, જ્યારે કુંભોજી જુનાગઢની મદદ લઈ સરધાર ઉપર ચઢી આવ્યા ત્યારે જામસાહેબે જુનાગઢના ફોજદાર કુતુબુદિનને મળી બન્ને ભાઈઓ વચ્ચે સમાધાન કરાવી આપ્યું. અને સરધારી ધારથી દક્ષિણ તરફને તમામ ભાગ કુંભાજીને આપવા ઠરાવ્યું. એ ભાગમાં તે વખતે ૨૦ ગામો હતા. તેમાં (૧) ઠા. શ્રી કુંભાજીએ અરડાઈ ગામ ગઢ કિલ્લા)વાળું હોવાથી ત્યાં રાજ્યગાદી સ્થાપી. (વિ. સં. ૧૭૧૪) કેટલેક કાળે ઠા. શ્રી.કુંભાજી અરડેઈથી એક જબરું સૈન્ય લઈ ગાંડળ ઉપર ચઢી આવ્યા, અને ગેંડળ જે જુનાગઢ નીચે હતું તે તથા બીજા સાત ગામે મેળવી, ગંડળમાં ગાદી સ્થાપી. (વિ. સં. ૧૩૩) એ વખતે ગાંડળમાં દરબારગઢ અને ત્રણથી ચારસો ઘરની વસ્તી હતી. પરંતુ વિ. સં. ૧૭૩૪માં અમદાવાદના સુબાને તે ખબર થતાં તે જુનાગઢ આવ્યો, અને ત્યાંથી સૈન્ય લઈ, ગાંડળને ઘેરો ઘાલી, પાછું હોય કર્યું. એ સમય જોઈએ તેવો સાનુકૂળ નહિં હોવાથી ભવિષ્યમાં તે વેર લેવાનું રાખી ઠા. શ્રી. કુંભાજી પાછા અડાઈમાં આવ્યા. ત્યાં વિ. સં. ૧૭૩૫માં સ્વર્ગે સિધાવ્યા. તેઓશ્રીને બે કુમારો હતા. તેમાં પાટવિ કુમારશ્રી સગરામજી ગાદીએ આવ્યા અને નાના કુમારશ્રી સાંગાજીને છ ગામથી કોટડા (અરડાઈ) તાલુકે મળે. (૨) ઠાકારશ્રી સંગ્રામજી (વિ. સં. ૧૭૩૫થી ૧૭૭૭=૩૫ વર્ષ) ઠા.શ્રીસ ગ્રામજી ઘણું જોરાવર અને બુદ્ધિમાન હતા. તેમના વખતમાં ગોંડળમાં રહેતા કસ્બાતી મુસલમાનોનું બહુજ જેર હતું, તેઓ જુનાગઢની આસપાસના ગામોમાં લુંટ ચલાવી, બાદશાહી ફેજિદારને બહુ ત્રાહી પોકરાવતા. એ તકનો લાભ લઈ ઠા.શ્રી સગ્રામજીએ જુનાગઢના ફોજદાર સાથે સ્નેહ બાંધી, તેને અવાર નવાર મદદ કરી, કસ્બાતી લેકેને ત્રાસ પમાડવા લાગ્યા, તથા અમદાવાદથી જે સુબો આવે તેને પિતાની બહાદુરીથી આંજી, પ્રીતિ સંપાદન કરતા. તેથી તેઓએ સુબાને એટલે બધો મેહ ઉત્પન્ન કરાવ્યો હતો કે “કાઠીઆવાડમાં ઠાકર સંગ્રામજી સાથે આપણે સારો સંબંધ છે તેજ સેરઠ (જુનાગઢનું) રાજ્ય સહી સલામત ભોગવીએ છીએ.” તેવું સુબાનું માનવું હતું. એ પ્રમાણે વીરત્વના જાદુથી સુબાને આંજી તેની મહેરબાનીથી ગોંડળ પરગણું કાયમના માટે મેળવ્યું. એ વખતે ગાંડળ નીચે લગભગ ૮૬ ગામો હતાં. તેમાં ઘણુંખરા ઉજજડ-ટીંબાઓ હતા. કેટલાંક આબાદ પણ તે સાવ જુજ વસ્તિવાળાં હતાં. તેમાંના કેટલાક તો પિતે અગાઉથી પણ મેળવેલાં હતાં. પરંતુ વધુ મજબુતી માટે સુબા આગળથી જે પરવાનો મેળવ્યો તે પરવાનામાં તે દરેક ગામોના નામે લખાવ્યાં છે. એ ઉર્દુ પરવાનો હજી ગોંડળના દફતરમાં (રેકર્ડમાં) મોજુદ છે, ઉપર પ્રમાણે ગાંડળ પરગણું બાદશાહ તરફથી બક્ષીસમાં મેળવ્યા પછી ત્યાં ગાદી સ્થાપી (વિ. સં. ૧૭૪૩) એવી રીતે ઠા. શ્રી. સગ્રામજી ગોંડલ સ્ટેટ મેળવી, વિ. સં. ૧૭૭૦માં સ્વર્ગે સિધાવ્યા. તે પછી તેમના પાટવિ કુમારશ્રી હાલાજી ગાદીએ આવ્યા અને નાના કુમારશ્રી નથુજીને મેંગણું તાલુકે મળે, તથા ત્રીજા અને ચોથા કુમાર હોથીજી તથા ભારાજીને રીબડા ગામે ગીરાસ મળ્યો. કેાઈ ઇતિહાસકાર, તેઓના મામા સામે લડી ગોંડળ છત્યાનું લખે છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy