________________
૮
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ
ફાઈલ
(૫) ઠા. શ્રી. રાસાલી
(૬) ઠાબી. પણુભા
(૭) કા. શ્રી. રતનસિંહજી
રવાજ ઉર્ફ રવુભા (હરીપર)
અર્જુનસીંહજી
(વિ૦)
(૮) ઠા. શ્રી. વિજયસિંહજી
(વિદ્યમાન)
(શ્રી લોધીકા તાલુકાને ઈતિહાસ સમાસ,)
૪ ગઢડા તાલુકાને ઈતિહાસ - આ તાલુકાના ગામો ગઢકા, પારડી, માંખાવડ, ઢાંઢીઆ, કાળીપાટ, પીપરડી નામે, છુટાંછવાયાં આવેલાં છે, અને રાજકોટ સ્ટેટના ગામની સરહદને તે લાગુ છે, તાલુકાનું ક્ષેત્રફળ ૨૩ ચે, માઇલ છે, વસ્તિ. સને ૧૯૨૧ની ગણત્રી મુજબ ૧૯૦૮માણસની છે, દરવર્ષની સરેરાસ ઉપજ આસરે રૂ. ૧૭૦૦૦)ની અને ખર્ચ આસરે રૂા. ૧૩૦૦૦)નું છે. આ તાલુકે દર વરસે બ્રિટીશ સરકારને ખંડણીના રૂ. ૬૪૩) અને જુનાગઢને જોતલબીના રૂ. ૨૨) ભરે છે, આ તાલુકાની હદમાંથી રાજકેટ-જેતલસર રેલ્વે પસાર થાય છે, તેમજ અમુક ભાગમાંથી રાજકેટ અને જુનાગઢ, વચ્ચેને તથા રાજકોટ અને ભાવનગર વચ્ચેનો પાકે રસ્તો જાય છે. ગઢકાથી ચાર માઈલનો પાકે રસ્તો રાજકોટ-ભાવનગરના પાકા રસ્તા સાથે મેળવી દેવામાં આવેલ છે. આ તાલુકાને અધિકાર ફોજદારી કામમાં વર્ષની સખ્ત કેદ અને રૂપીઆ ૨૦૦૦) ને દંડનો છે, અને દિવાની કામમાં ૫૦૦૦) સુધીના દાવા સાંભળવાનો છે, વારસા બાબતમાં પાટવી માર ગાદીએ આવે છે, કાઠીઆવાડના બીજા રાજ્ય માફકજ આ તાલુકાને શાહી સતા સાથે કલકરાર થયા છે