SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રીયદુવશપ્રકાશ [દ્વિતિયખડ ઠાકેારથી જેટીજીને ડાસાજી તથા ભીમજી નામના એ કુમારા હતા. તેમાં પાટવી કુમારશ્રી ડાસાજી ગાદીએ આવ્યા. એ (૪) ઠાકારમી ડાસાજીને માલજીભાઇ નામના એકજ કુમાર હતા. તે ગાદીએ આવ્યા. એ (૫) ઠાકેારશ્રી માલજીભાઇ [બીજા] તે ત્રણ કુમારા હતા. તેમાં પાટવી કુમારશ્રી જેઠીજી ગાદીએ આવ્યા. અને નાનાકુમારશ્રી રવાજી તથા દાદુભાને વાવડીમાં ગીરાસ મળ્યા. એ (૬) ઠાકારશ્રી જેઠીજી (બીજા) ને એ કુમારેા હતા. તેમાં પાટવી કુમારશ્રી હરીસિ’હજી અપુત્ર દેવ થતાં નાના કુમારશ્રી પ્રતાપસિંહજી ગાદીએ આવ્યા. એ (૭) ઠાકારશ્રી પ્રતાપસિંહજી સાહેબ બહુજ કુસાગ્ર બુદ્ધિના હતા. સાહિત્ય તથા સગીતના ઘણાજ શાખીન હતા. તેથી કવિ, તથા ગવૈયાએ ત્યાં કાયમ રહેતા. પેાતે પણ ઉંચા પ્રકારના કાવ્યા. રચતા અને જે કવિએ પંડિતા આવે તેની યાગ્ય કદર કરતા તે ઉપરાંત હુન્નર ઉદ્યોગ અને કળા કૌસલ્યતામાં પોતે જાતે અવનવા અખતરાઓ કરી કારીગરોને યેાગ્ય ઉત્તેજન આપતા. તેઓ નામદારશ્રીના ત્રણ કુમારોમાં પાટવી કુમારશ્રી શીવિસંહજી સાહેબ ગાદીએ આવ્યા, નાના કુમારશ્રી જીવણસિંહજી અને સજનસિંહ ઉપર તેઓ નામદાર ઘણીજ પ્રિતિ રાખે છે. અને ભ્રૂણાજ સંપ સલાહ અને પ્રેમભાવથી અરસ પરસ વરતે છે. તે નામદારશ્રી તાલુકાના સ્થાપક ટાંકારશ્રી દાદાજી થી ૮ મી પેઢીએ છે. તેએશ્રીને જન્મ તા. ૨૬ મે સને ૧૮૯૬ ના રાજ થયેલ છે. અને તા. ૧૪ મી સપ્ટેમ્બર સને ૧૯૨૧ ના રાજ ગાદીએ આવ્યા છે. તેઓ નામદારશ્રીએ રાજકાટ રાજકુમાર ાલેજમાં કેળવણી લીધી છે. તેઓ નામદારશ્રીનાં પહેલાં લગ્ન સને ૧૯૧૩માં લાઠી ભાયાત ગેાહેલશ્રી વિજયસિંહજીનાં કુવરીશ્રી ચંદ્રવરક્ષા સાથે થયાં અને ખીજાં લગ્ન સને ૧૯૨૫ માં વળા ભાયાત કાનપુરના ગે।હેલશ્રી માનસિંહજીનાં કુંવરીશ્રી દેવકુંવરબા સાથે થયાં છે. પ્રથમનાં રાણીશ્રી ચંદ્રકુવરબા સાહેબથી પાટવી કુમારશ્રી અજીતસિંહજી સાહેબના જન્મ તા. ૧૬ ડીસેમ્બર સને ૧૯૧૫ ના રાજ થયા છે, તે નામદારશ્રીને ત્રણ બહે છે. તેમાં (૧) હેમકુંવરબા ધરમપુરના સ્વર્ગીસ્થ નરસિંહદેવ” સાથે પરણ્યાં હતાં. [૨] રાજકુંવરબા નાં લગ્ન કચ્છમાં આવેલા પલાસવાના કુમારશ્રી જીવણુસિંહજી સાથે સને ૧૯૩૦ માં થયાં હતાં. અને (૩) ગુલાબકુંવરીખાનાં લગ્ન રેવાકાંઠામાં ભાવેલ ગડબારીઆદના રાણાશ્રી એકારસિ’હજી સાથે સને ૧૯૨૩ માં થયાં હતાં. આ તાલુકાને અધીકાર ફાદારી કામમાં એ વર્ષની કેદ અને રૂ।. ૨૦૦૦ સુધીના દંડની સતા છે. અને દિવાની કામમાં રૂા. ૫૦૦૦ સુધીના દાવા સાંભળવાની સતા છે. પાટવીકુમાર ગાદીએ આવવાના રિવાજ છે.- રશ્રી વજેસીંહજી અને કુમારશ્રી રાયસીંહજી એમ બે કુમારા થયા તેમાં રાયસી હજી અપુત્ર ગુજર્યાં અને જાડેજાશ્રી વજેસીંહજી હાલ વિદ્યમાન છે. તેને ત્રણ કુમારી છે. મેટા કુમારશ્રી ગેાપાળસીહુજી અને તેથી નાના કુમારશ્રી નટવરસીહજી અને કુમારશ્રી બળવતસીંહજી છે, જાડેજાશ્રી વજેસીંહજી પણ પેાતાના પિતાશ્રીની માફ્ક શ્રીસ્વામીનારાયણુ સંપ્રદાયના ચુરત હરીભકત છે અને હજારા રૂપીઆની સેવા શ્રીસ્વામીનારાયણના મંદીરમાં કરે છે, એમના ત્રણે કુમારાને ત્યાં પણ કુમારે। જનમ્યા છે.—
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy