SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંરાપ્રકાશ [દ્વિતીયખંડ (૪) ઠાકારશ્રી બામણીઆછા (વિ. સં. ૧૭૩૧થી૧૭૫૦=૧૯વર્ષ) ઠા. શ્રી. બામણીઆઇ પિતાના તાબાનું ગામ કાળીપાટ નજીક હોવાથી ત્યાં ઘણે વખત રહેતા, ઠાકારશ્રી બામણીઆઇએ કેટલીક લડાઈમાં ફતેહ મેળવી, બાદશાહી થાણદાર પાસેથી ઇનામી ગામો મેળવ્યાં હતા. એક વખત ઠા. શ્રી. બામણીઆઇ હોળીના પર્વ ઉપર રાજકોટ ગયા હતા. દરમિયાનમાં તેમની ગેરહાજરીને લાભ લઈ જત તથા મિયાણું લેકે કાળીપાટની ગાયોનું ધણ વાળી ગયા, તે વાતની બામણીઆઇને જાણ થતાં, તેઓ તેની પાછળ ચડયા. અને તેમના ઉપર અચાનક હલ્લો કર્યો, ત્યાં ભારે ધિગાણું થયું. તેમાં કેટલાએક મિયાણુઓને મારી, ગાયોનું ધણ વાળી પાછા ફરતાં રાજકોટથી એકગાઉ દૂર આવેલા નકળંક વિડ' આગળ નાળામાં કેટલાક મિયાણા છુપાઈ રહ્યા હતા. તે તેઓના ધ્યાનમાં ન હોવાથી તે નાળું ઓળગતાં મિયાણઓએ તેમના ઉપર પાછળથી અચાનક હલે કર્યો. અને ત્યાં બહાદુરીથી લડતાં તેઓશ્રી કામ આવ્યા. (વિ. સં. ૧૭૫૦) ત્યાં હાલ સુરધન દાદાની દેરી છે અને આ તે સ્થળે હેળીના દિવસે દાદાને કસું પાવાને નામદાર રાજકોટ ઠાકર સાહેબ જાતે પધારે છે. (કારણકે ઠાકારશ્રી બામણીયાજી હોળીનાજ તહેવારમા તે જગ્યાએ ગાયોની વહારે ચડતા 'કામ આવ્યા હતા.) તેમજ ત્યા “છેડાછેડી” છોડવા જવાનો પણ રિવાજ છે. ઠાકરશી બામ આજીને મહેરામણજી નામના એકજ કુમાર હતા. (૫) ઠાકરશ્રી મહેરામણુજી (બીજા) (વિ. સં. ૧૭૫૦ થી ૧૭૭૬ ૨૬ વર્ષ) ઠાકારશ્રી મહેરામણજી બહાદુર યોદ્ધા હતા. નબળી પડેલી મુગલાઈ સનાને તેણે બરાબર લેભ લીધે. મરાઠાઓને અટકાવવા સરધારમાંથી પણ કેટલુંક મુસલમાની લશ્કર ગુજરાતના સુબાએ ગુજરાતમાં બેલાવી લેતાં, મહેરામણજીને યોગ્ય તક મળી. દેશની તેફાની સ્થિતિને બરાબર લાભ લઈ રાજકેટની આસપાસને જુનાગઢના તાબાનો કેટલોક ભાગ જીતી લીધે. પણ તેની આ વર્તણુંકની ખબર સુબાએ દિલ્હી પહોંચાડતા, બાદશાહ મહમદ ૯ એ ઠાકરશ્રી બામણીયાજીની સોનાની મૂર્તિ રાજકોટના દરબારમાં પૂજાતી, પરંતુ કેટલાએક વર્ષે તેઓએ સ્વપ્નમાં આવી કહ્યું કે, “મારે લોધીકે જીભાઈના દરબારમાં બેસી પુજાવું છે. તે મારી મૂર્તિ ત્યાં પહોંચાડો” તેથી તે મૂર્તિવાળે કરંડીઓ રાજકેટ ઠાકારશ્રીએ લોધીકાના ઠાકરથી છભાઈના દરબારમાં બ્રાહ્મણ પાસે પહોંચતો કરાવ્યો. હાલ પણ લેધીકામાં ઠા. શ્રી. મુળવાજી સાહેબના દરબારમાં એક જુદા જ ઓરડામાં મૂર્તિ પુજાય છે. અને ઘણા વિભાણી રાજવંશીઓ ત્યાં છેડાછેડી છોડવા આવે છે. એ ઓરડો હાલ જનાનખાનાના ઓરડાઓમાં, “ડાડાનો ઓરડો” એ નામે ઓળખાય છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy