SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય કળા] ૩૭ રાજકોટ સ્ટેટના ઇતિહાસ. (૧)ઠાકોરથી વિભાજી. (ચંદ્રથી૧૯૭૫, શ્રીકૃષ્ણથી ૧૨૦ જામરાવળજીથી ૫ મા)વિ. સ`. ૧૬૬૪થી૧૬૯૧=૨૭વષ) જામનગરની ગાદી ઉપર જામશ્રી રાવળજી પછી વિભાજી આવ્યા. તે પછીના જામશ્રી સતાજીના વખતમાં ભૂચરમેારીનું મહાન યુદ્ધ થયું, તેમાં જામશ્રી સતાજીના પાર્ટિવ કુમારશ્રી અજોજી કામ આપ્યા. તે જામશ્રી અજાજીને બે કુવા હતા. તેમાં પાવિકુમાર જામશ્રી લાખાજી જામનગરની ગાદીએ આવ્યા અને નાનાકુમારશ્રી વિભાજીને જામનગર તાબાના કાળાવડ પરગણાના બારગામા ગિરાશમાં મળ્યાં, તેથી ઢાકારશ્રી વિભાજી કાળાવડમાં આવી રહ્યા. (વિ. સ’. ૧૬૬૩) ઠાકેારશ્રી વિભાજી બહુજ પરાક્રમી હતા. તેમજ કાળાવડ પરગણાનાં ઉજ્જડ અને ચેાડી વસ્તિવાળાં ગામે હાઇ, વિભાજીનું મન નારાજ થયું હતું. તેથી થાડા વખત કાળાવડમાં રહી, પેાતાને મેાસાળ સરધારમાં જઇ રહ્યા, સરધારમાં તે વખતે વાધેલા રજપુતનું રાજ્ય હતું. અને ઠાકારશ્રી વિભાજી તે વાધેલા ઠાકારની કુંવરી વેરે પરણ્યા હતા. અને દાયજામાં ચિભડા નામનું ગામ મળતાં ત્યાં તેઓએ પેાતાને રહેવા માટે આઠ એરડાવાળું મકાન બંધાવ્યું, વિભાજી પોતે હિંમતવાન અને મહત્વાકાંક્ષી હતા. તેથી તેએશ્રીને પેાતાને માટે એક સ્વતંત્ર રાજ્ય મેળવવાના વિચાર। વારંવાર થયા કરતા હતા. સરધાર તાલુકાનાં પ્રથમ ૭૦૦ ગામ વાધેલા રજપુતના તાબામાં હતાં, જેથી તેમની પાસેથી તે મુલક જીતી લેવા વિભાજીએ જામનગરના જામસાહેબની મદદ માગી અને તે મળેલી મદદના બદલામાં કાળાવડ પરગણું જામસાહેબને પાછું આપ્યુ હતું. સરધારના વાધેલાએ આસપાસના મુલકમાં લુંટ ચલાવતા જેથી ઠાકેારશ્રી વિભાજીએ મુગલ શહેનશાહના સુબા શાહજહાન સાથે મિત્રાઇ કરી સરધાર ઉપર એચિંતા હુમલા કરી, સરધાર સર કર્યું. કલ વાકર હાલાર પ્રાંતના રિપેટ માં લખે છે:-કે વિભાજીએ વાધેલાને ચીભડા ગામમાં મિજમાની આપી દગાથી ઠાર કરી તે તાલુકા સર કર્યા, પરંતુ મુગલાઇ સુબા તરી ત્યાં એક ચાદાર નીમવામાં આવ્યા હતા. તેથી વિભાજીએ પેાતાની બહાદૂરીથી તે ચાલુદાર ઉપર સજ્જડ દાબ બેસાર્યાં હતા. ડાકારશ્રી વિભાજીમે દિલ્હી જઇ શહેનશાહ જહાંગીર બાદશાહની પસંદગીથી સરધાર પરગણાની માલીકીનેા પાા પરવાને મેળવ્યા હતા. ઠાકારથી વિભાજીએ “રા”નામના એક સંધીને આજીનદીના પશ્ચિમકાંઠા ઉપર (જ્યાં એ સધીનેા નાનેા નેસ તે। અને વિ. સં. ૧૭૧૫ના ભયંકર દુષ્કાળમાં જગડુશાહ તરફથી જે જ્ગ્યાએ દાણાને કાઠાર નાખવામાં આવ્યા હતા. ત્યાં) કેટલીક જમીન આપી, અને તેના રાજીનામ ઉપરથી વિ. સ. ૧૬૬૭માં રાજકેટ'નામે ગામ વસાવ્યું, તે ગામ રાજી સધીના તથા તેના વંશજોના કબજામાં વિ. સ. ૧૭૦૨ સુધી હતું. તેમજ ઠાકેારશ્રી વિભાજીએ સારડીઆ ચારણમાં મુળુ લાંગા નામના બારેટને પેાતાની દશેાંદી સ્થાપી. બેત્રણ ગામે આપ્યા હતાં. × કાઇ ઇતિહાસકાર દિલ્હીમાં વિભાજીએ વાકાટા પહેર્યાંનું લખે છે,
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy