SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ. (પ્રથમ કળા) ગીઝની અને ખુરશાન વચ્ચેના પ્રદેશ પર ભૂપત રાજ્ય ચલાવા લાગ્યા. તેના વંશજ ભટ્ટી કહેવાયા એ ચુડાસમા વંશને તથા ભટ્ટી વંશનો ઇતિહાસ આ ગ્રંથમાં દ્વિત્યખંડમાં કહેવામાં આવશે. જામનરપતને વંશવિસ્તાર કહ્યા પહેલાં એ સાખાઓ કેમ જુદીપડી તે વિષેના બે મતો છે તે નીચે પ્રમાણે જણાવવામાં આવેલ છે. - કર્નલ વેકર સાહેબ રાજપુતોની સાખ વિષે એવી દંતકથા લખે છે કે યાદવાસ્થળીમાંથી ચાર યાદ નીકળી હીંગળાજમાતાને શણુ ગયા. માતાજીએ તેમાંના એકને પિતાના જાડામાં (મોઢામાં) સંતાડ્યો તે જાડેજો કહેવાણે બીજાને ચુડામાં, તે ચુડાસમ કહેવાણે ત્રીજાને ચાકળાનીચે તે ચગદે કહેવાય અને ચોથાને ભઠ્ઠીમાં સંઘર્યો તે ભદ્દી કહેવાય અને પાછળથી આ ચારેને માતાજીએ મેટાં રાજ્યો આપ્યાં. કચ્છદેશને ઈ. અને વંશસુધાકર એ નામના ઈતિહાસમાં લખેલ છે કે “ઈ.સ. ની આઠમી સદીની શરૂઆતમાં નબીમહમદે ઇસ્લામી ધર્મ સ્વીકારવા આ ચારે ભાઇઓને ફરજ પાડી તેથી તેઓ ચારેજણું ભાગી હીંગળાજ માતા (કેઈ લખે છે કે આસમના ડુંગરમાં માત્રી માતા) ને શરણે ગયા ને માતાજીએ શરણ આપી છુપાડ્યા, પાછળથી નબીમહમદ આવતાં ચારેને સેંપવાનું કહેતાં નબીમહમદનું વચન રાખવા મોટા કુંવર અસપતને ચાકળા નીચેથી કાઢી આપ્યો. તેણે ઇસ્લામી ધર્મ કબુલ્યું તેથી તે ચગદા મુગલ કહેવાય. (તેના વંશમાં અકબર બાદશાહ થયા) બાકીના ત્રણે કુંવરને નબીમહમદના ગયા પછી નરપતને જાડામાંથી ગજપતને ચુડામાંથી ને ભુપત્તને ભઠ્ઠીમાંથી કાઢતાં તેઓ જાડેજા, ચૂડાસમા અને ભટ્ટ નામની શાખાઓના રાજપૂત કહેવાયા” રાજા દેવેન્દ્રના ચાર પુત્રમાં પહેલા અસપતે ઇસ્લામી ધર્મ સ્વીકારતાં તેના વંશજે મુગલ કહેવાયા. એ પ્રમાણે ચંદ્રરાજાથી ૫૬ માં શ્રીકૃષ્ણ થયા, અને શ્રીકૃષ્ણથી ૮૨ મા રાજા દેવેન્દ્ર થયા તે દેવેન્દ્રના પાટવી કુમાર અસપત મુસલમાન ધર્મ સ્વીકારતાં જામ નરપતેં જામ પદવી મેળવી તેથી પ્રથમ તેઓના વંશનો વિસ્તાર દ્વિત્યકળામાં હવે કહેવામાં આવશે. ઇતિશ્રી યદુવંશપ્રકાશે પ્રથમકળા સમાપ્ત વાત તો ) છે આ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy