SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રીયદુવંશપ્રકાશ [દ્વિતીયખંડ એ વખતે ખરેડી ગામે ૩૦૦ ઘર ઔદિચ્ય બ્રાહ્મણના અને ૧૫૦ નંદવાણું બ્રાહ્મણના અને ૧૦૦ નાગર ગૃહસ્થના મળી કુલ ૫૫ ઘરે હતાં. તે સિવાય બીજી ઇતરવર્ણની વસ્તી હતી. . વીરપુર ગામે વિ. સં. ૧૮૫૪માં જલારામ નામના લુહાણ ભક્ત થઈ ગયા. જેમણે વિ. સં. ૧૯૩૯હ્માં સ્વર્ગવાસ કર્યો હતો. તેમણે રાજ્યની મદદથી વીરપુરમાં જગ્યા બાંધી સદાવ્રત બાંધેલ છે તે હજી સુધી ચાલે છે. એ “જલ્લા ભકતો' બહુજ પવિત્ર અને ધર્મનિષ્ઠ એિશ્વર્યવાન પુરૂષ હતા, તેમની વચનસિદ્ધિથી લેકે તેઓને “કાં જલા કાં અલા” એમ કહી હિન્દુ-મુસલમાને માનતા હતા. અને દૂર દેશમાં પણ એ જ૯લાભક્તની પ્રસિદ્ધિથી વીરપુર ગામ જલાલતના વીરપુરના નામથી ઓળખાય છે. વીરપુરનું રાજ્યકુટુંબ નવાનગર સ્ટેટમાંથી ઉતરી આવેલું છે. નવાનગરના જામશ્રી રાવળ-જામ પછી જામશ્રીવિભાજી ગાદીએ આવ્યા. તેઓને ચાર કુમારો હતા. તેમાં પાટવી કુમાર જામસોજી નવાનગરની ગાદીએ આવ્યા. અને બીજા કુમારશ્રી ભાણજીને * કાલાવડ પરગણાંના બાર ગામો મળ્યા. ત્રીજા કુમાર રણમલજીને સિસાંગ-ચાંદલીના બાર ગામે મળ્યા. અને ચોથા કુમાર વેરાઈને હડીઆણુના ચાર ગામો મળ્યાં હતાં. ૧ ઠાકોરઠી ભાણજી.(ચથી ૧૭ર શ્રીકૃષ્ણથી ૧૧૭માં) ઠાકારશ્રી ભાણજીએ પિતાને મળેલે કાલાવડ પરગણાનો ગીરાશ જામનગર રાજ્યને પાછું આપી દીધે. અને પોતે સ્વતંત્રરીતે બાહુબળથી ખરેડીઝ મેળવ્યું. જામનગરમાં જ્યારે ભુચરમોરી નામનું યુદ્ધ થયું ત્યારે તેઓશ્રીએ જામનગર તરફથી લડવામાં અગ્રભાગ લીધો હતો. ત્યાર પછી (બીજા) ઠાકારશ્રી ભારાજી ગાદીએ આવ્યા, તેઓએ ખરેડીની આજુબાજુના ૩૬ ગામ પોતાના બાહુબળથી છતી આખું ખરેડી ગામ કબજે લઈ પિતાનું જુદું રાજ્ય સ્થાપ્યું. તે પછી (ત્રીજા) ઠાકારશ્રી હરધોળજી (થા) ઠાકેરશ્રી સાહેબજી અને (પાંચમાં) ઠાકરશી મકાજી (પહેલા) ગાદીએ આવ્યા હતા. એ ઠાકારશ્રી મોકાજીએ પોતાના રાજ્યના ૩૬ ગામમાં ૩૮ ગામનો વધારો કરી કુલ ૮૪ ગામ કર્યા. તેઓ બહાદૂર અને . એ ગિરાશ આપ્યા સંબંધી વિભા-વિલાસમાં દુહે છે કે – शिसांग सोंपी रणमलां, भूप खरेडी भाण ॥ वेरो हडीआणे वसे, हुं राया त्रड ताण ॥ १ ॥ ઈ.સ. ૧૯૨૮માં વેસ્ટર્ન ઈન્ડીઆ સ્ટેટસ એજન્સી પ્રેસ તરફથી બહાર પડેલ “ધી રૂલીંગ પ્રીન્સીઝ, ચીફસ એન્ડ લીડીંગ પરસોનેજીઝ' નામના પુસ્તકમાં લખે છે કે, “કર્નલ જે. ડબલ્યુ. વોટસનના મત મુજબ કાલાવડ છવાઈમાં આપવામાં આવ્યું હતું, પણ મુળ સ્ટેટ સાથે કાંઈક તકરાર થવાથી ઠારશ્રી ભાણજીએ એ ગિરાશ ઉપરથી પિતાને હક ઉઠાવી લીધો. અને ખરેડી ઉપર કાઠી લેકોના ટોળાં હુમલો કરતાં હતાં. તે લુંટારાઓને હાંકી મુકવામાં ખરેડીના મુસલમાન થાણદારને ઠા.શ્રી ભાણજીએ મદદ આપી હતી. તેના બદલામાં થાણદાર પાસેથી ખરડીની અરધી જમીન તેઓને મળી હતી.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy