________________
૧૨
શ્રીયદુવ‘શપ્રકાશ.
[દ્વિતીય ખંડ
(૧૨) ઠાક્રારશ્રી જેસંગજી (૧૩) ઢાકારશ્રી જીણાજી(બીજા) (૧૪) ઢાકારશ્રી નાથાજી (વિ. સં. ૧૮૧૬થી ૧૮૧૯) (વ. સ. ૧૮૧૯થી ૧૮૨૭)(વિ. સ. ૧૮૨૭થી ૧૮૩૮) (૧૫) ડાકારશ્રી મેાડજી (સ. ૧૮૩૮ થી ૧૮૫૯)
ડાકારશ્રી જેશ ગજીનું ખીજું નામ દાદાભાઇ હતું. તેમણે પેાતાના પિતરાઇ કાકા ભીમજી પાસેથી ખીરસરા લઇ લીધું (સં. ૧૮૧૬) કારણકે તે સ્વતંત્ર થવા માગતું હતું એ લેવામાં તેમને ગજરાણુીએ સારી મદદ આપી હતી. તેથી તેમને કાટડું ગામ બક્ષિશ આપ્યું. જે ગામ હાલ પણુ ગુજરાણીનાકાટડા એ નામથી એાળખાય છે. પાછળથી ઘેાડા દિવસપછી ખીરસરા ભીમજીને આપ્યુ. ઠાકારશ્રી જેશીંગજી ઘણા વખત સરપદડમાં રહેતા. કારણકે તેનું આજી બાજુ ચારે તરફથી રક્ષણ કરવાનું હતું ઠાકેારશ્રી જેસંગજી કત ત્રણ વર્ષ રાજ્ય કરી ૧૮૧૯માં સ્વગે` સિધાવ્યા. તેઓને ત્રણ કુમારા હતા તેમાંથી પાટિવ કુમાર બ્રુષ્ણેાજી (ખીજા) સંવત ૧૮૧૯માં ગાદીએ આવ્યા અને નાના કુમાર લાખાજીને મજો અને મહેરામણુજીને નથુવડલા એમ ગામા ગરાસમાં આપ્યાં.
ઠાક્રારશ્રી જીણાજી (બીજા) આઠ વર્ષ રાજ્ય કરી વિ.સ. ૧૮૨૭માં સ્વર્ગે સિધાવ્યા તેઓશ્રીને ત્રણ કુંવરો હતા. તેમાં પાટિવ કુંવર નાથાજી ગાદીએ આવ્યા. અને નાના કુંવર માનાજીને વર્ષોપરી અને અરધું પેટા (ગાવિંદપર) અને સત્તાજીને ખીજડીઆ અને અરધું પેટા એમ ગામે ગરાસમાં મળ્યાં. ઠાકેારશ્રી નાથાજીએ વિ. સ’. ૧૮૩૮ સુધી ૧૧ વર્ષ રાજ્ય કર્યુ. તેમને એ કુંવરા હતા તેમાં પાટિવ કુંવર મેાડજી ગાદીએ આવ્યા. અને નાના કુંવર હાથીજીને ઇટાલા ગામ ગરાસમાં મળ્યું. ઠાકારશ્રી મેડજીના અમલમાં નવાનગરમાં જામ જસાજી (બીજા) રાજ્ય કરતા હતા. તે વેળા એ રાજ્યમાં મહેરામણ (મેરૂ) ખવાસ બહુજ સત્તાવાન પુરૂષ હતા તેણે જામસાહેબને પેાતાના કબજામાં નજરકેદી તરીકે રાખ્યા હતા. તેથી તેના તાબામાંથી છુટવામાટે જામસાહેબે અહિના ઠાકારશ્રી મેાડજી તથા રાજકેટના ઠાકેારશ્રી મહેરામણજી અને ગાંડળના ઢાકારશ્રી દાજીભાઇ અને ખીરસરાના ઠાàારશ્રી રણમલજી વગેરેની મદદ માગી તે સર્વેએ મળી મેરૂ ખવાસ સામે બંડ કર્યું, પર‘તુ તેઓ મેને કાંઇ પણ ઇજા કરી શકયા નહિ તે પણ તેમણે પાછળથી જામસાહેબ અને મેરૂખવાસ વચ્ચે સુલેહ કરાવી આપી, ઠાકારશ્રી મેાડજીના વખતમાં કચ્છના વજીર ફતેહમહમદે નવાનગર ઉપર ચડાઇ કરી. પરંતુ તેમાં તે કાવી શકયા નહિ. ત્યાંથી પ્રથમ તે ખભાળીએ અને પછી ભાણવડ ગયા, અને ત્યાં થાણુ એસાયુ. ત્યાંથી ધ્રાફાને રસ્તે પાછા વળી ધ્રોળમાં કિલ્લેદાર મુકી પોતે કચ્છમાં ગયા. તેના ગયા પછી ઠાકારશ્રી મેાડજીએ કિલ્લેદારને હાંકી કાઢી, ધ્રોળમાં સ્વતંત્ર રીતે રાજ્ય કરવા માંડયું. ઠાÀારશ્રી મેાડજી ૬૧ વર્ષ રાજ્ય કરી વિ. સ. ૧૮૫૯માં સ્વગે સિધાવ્યા. તેમને ભુપતસિહજી નામના એકજ કુંવર હતા.