SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ [ દ્વિતીય ખંડ કલાજીના બીજા કુંવર ભીમજી ગાદીએ બેસવાનો હક હતો પરંતુ તેમણે ગાદીએ બેસવાની ના કહી અને બાર ગામ સહીત ખીરસરા લઈ ત્યાં જઈ રહ્યા તેથી ઠોકેારશ્રી કલાજીના ત્રીજા કુંવર જુણોજી ગાદી ઉપર આવ્યા અને ચોથા કુંવર જેસંગજીને વાગુદડ, સગાળીયા, સુધાળુના અને ઢોકળીયા તથા પાંચમા કુંવર મેઘજીને જાયવા અને ગઢડા છઠા કુંવર હાથીજીને દહીંસરા, મેડપર અને મેટાડા અને સાતમા કુંવર પુંજાજીને રાદડ અને હીદડ ગામો ગરાસમાં મળ્યાં. (૮) ઠાકોર શ્રી જુણાજી (૯)ઠાકરશ્રી ખેતાજી (૧૦) ઠાકોરઢી કલાજી બીજા (વિ. સં. ૧૭૬રથી ૧૭૬૮-૬ વર્ષ) ૧૭૬૮થી ૧૭-૩વર્ષ)(૧૭૭૧થી ૧૭૭૨-૧વર્ષ) - ઠાકરશ્રી જુણાજી કુંવર પદે હતા ત્યારે નવાનગરની ગાદી ઉપર જામ રણમલજી હતા તે જોધપુરના ભાયાતનાં કુંવરી જોડે પરણ્યા હતા. તે બાઈને કાબુ પોતાના સ્વામી ઉપર એટલે તે વધી પડયો હતો કે તેણે પોતાના ભાઈ ગોવર્ધન રાઠોડને નગરનો કારભાર અપાવ્યો હતા. આગળ જતાં ગોર્વધને ધીમે ધીમે પિતાની બેનની સહાયતાથી જામસાહેબને કેદી જેવા બનાવી મુક્યા હતા. તેણીએ પોતાના ભાઇની સહાયતાથી એક છોકરો લીધે અને પોતે જ તેને જન્મ આપે હોય તેવી રીતે તેનું નામ સત્તાળ પાડયું જ્યારે વિ. સં. ૧૭૧૭માં જામ રણમલજી દેવ થયા ત્યારે ધ્રોળ ઠાકરથી જુણાજી (કે જેઓ તે વખતે કુંવરપદે હતા) એ જામશ્રી રણમલજીના ભાઈ રાયસિંહજીને ગાદીએ બેસારવામાં બનતી મદદ આપી હતી. જામરણમલજીના કારજ ઉપર ગોરધનસિંહે જામના જાડેજા ભાયાતોથી ડરી જઈ તેમને ગામમાં પેસવા દીધા નહિં. તે પણ યુકિનથી તેઓ શહેરમાં દાખલ થયા હતા. કર્નલ વોકર પિતાના હાલારના રીપોર્ટમાં લખે છે કે “તેઓ (નવાનગરમાં) ભેળા થયા. પછી થોડા જ વખતમાં ધાળના જીણોજી ત્યાં આવ્યા તેઓ ગોવર્ધનસિંહની સાથે ખાનગીમાં બેઠા હતા. તેવામાં તેમણે પોતાની કમરમાંથી કટાર કાઢી તેને પોતાના હાથથીજ ગોવર્ધનને મારી નાખ્યો, અને હકદાર વારસ રાયસિંહજીને ગાદીએ બેસાડયા. ઠાકરશ્રી જુણાજી વિ. સં. ૧૭૬૮માં છ વર્ષ રાજ્ય કરી સ્વર્ગે સિધાવ્યા. તેઓશ્રીને ચાર કુંવરો હતા. તેમાં પાટવિ કુંવર ખેતોજી ગાદીએ આવ્યા (સં. ૧૭૬૮) નાના કુંવર લાખાજીને ખાખરા અને મેટીચણેલ કુમારશ્રી મુળુજીને હડમતીયા, (જે હાલ પણ મુળુજીના નામ ઉપરથી મુળવાણુનાહડમતીયા કહેવાય છે) જોધપુર, અને ખજુરડી જેમાંથી પહેલાં બે ગામો હાલ નવાનગર સ્ટેટ તાબે છે અને ખજુરડી ખીરસરા તાબે છે. કુમારશ્રી ગોડજીને હાડાટોડા અને ભેંસદડ તથા ગરાડીયામાંથી પાટીયું મળી. ઠાકારશ્રી ખેતાજી વિ. સં. ૧૭૭૧માં સ્વર્ગે સિધાવ્યા. તેઓશ્રીને ત્રણ કુંવરો હતા. તેમાંથી મોટા કલાજી ગાદીએ આવ્યા અને નાના કુંવર વાઘજી અને મકનજીને ગરાસ મળ્યો, મકનજીને મેઘપર જે હાલ જામનગર તાબે મકાઈમેઘપરના નામે ઓળખાય છે તે તથા નાનું વાગુદડ ગરાસમાં મળ્યાં. - ડાંગરાના ભાયાતોએ ઠરબી કલાજીને ડાંગરે આમંત્રણ કરી દગાથી તેમનું ખૂન કર્યું. (વિ. સં. ૧૭૭૨)
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy