SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ [ દ્વિતીય ખંડ ત્યારે કંઈ નહિં જવા તે સાંભળી રાજ રાયસિંહજીએ કહ્યું કે “કદી કોઈ રાજાનો કે થયો હોત તો તો શું કરત જસોજી બોલ્યા કે તેના નગારા તોડાવી ફડાવી નાખત” આ વાત રાયસિંહજીએ મનમાં રાખી. અને હળવદ ગયા પછી એક મોટું લશ્કર લઈને ઘેળ આવ્યા. અને ધ્રોળને પાધરે પિતાનો ડંકો વગડાવ્યું કે બંધ રાખવા જસાજીએ ઘણું કહ્યું પરંતુ તેમણે તે વાત માની નહિ. તેથી છેવટે પોતાનું લશ્કર લઈ તૈયાર કરી, રાજ રાયસિંહજીના લશ્કર પર ચઢાઈ કરી. લડાઈ બહુ જોશમાં ચાલી અને બને લશ્કરમાં ઘણી ખુવારી થઈ. રાજ રાયસિંહજી પછી દારકા જવા ઉપડ્યા. અને રસ્તામાં નગર રોકાયા. આ વખતે નગરમાં જામ રાવળજી દેવ થયા હતા. અને તેમના યુવરાજ જીયો પણ લાખાજીને મુકીને તેમના પહેલાં દેવ થયા હતા. ઠાકારશ્રી જસાજીએ લાખાજીની તરફેણ લીધી. અને તેથી જામવિભાજી જેમણે લાખાજીના હકની દરકાર નહિ કરતાં નવાનગરની ગાદી પર આરહણ કર્યું હતું તેમની સાથે ધ્રોળને જામવિભાજીના જેસાવછરે વિખવાદ ઉભો કરાવ્યો હતો. તેથી રાજ રાયસિંહજીને જામવિભાજી તથા તેમના જેસાવરે સારો આવકાર આપે અને ઠાકારશ્રી જસાજી સાથે વેર લેવામાં મદદ આપવા કહ્યું તેથી રાજ રાયસિંહજી દ્વારકાથી વળતાં, નગરમાં આવ્યા અને ત્યાંથી જેસાવરે જામનગરના લશ્કર સહિત રાજ રાયસિંહજી સાથે ધ્રોળ ઉપર ચડાઈ કરી. અને પછી જે ભયંકર લડાઈ થઈ તેમાં ઠાકારશ્રી જસાજી ઘણી બહાદૂરીથી લડાઈ કરતાં કામ આવ્યા. એ લડાઈમાં પોતાના દર્શાદી ચારણ ધુનોબારોટ સાથે હતા. તેઓને ઠાકારશ્રી જસાજીએ મરતી વખતે કહ્યું કે ““મારે બે વાતની હોંશ રહી છે. તેમાં એક એ જે મેં જેવું આ ધિંગાણું કર્યું તેવું વીરરસનું વર્ણન મારી કીતીવાળું ઇસર બારેટ કરે તેવી ઈચ્છા છે, તથા બીજું એ કે મારે માર’ મારા હાથમાંથી જીવતો ગયો તો તેને મારી મારૂં વેર લેવા ભુજ જઈ સાહેબજીને ભલામણ કરજે, ઉપરની બે વાતની કબુલાત ધુનાબારેટે આપતાં, ઠાકારશ્રી જસાજી સ્વર્ગે ગયા. (વિ. સં. ૧૬૨૦) દશોંદી ચારણ ધુનાબારોટ ભુજ ગયા અને રાઓશ્રી ખેંગારજીના નાનાભાઈ સાહેબળને જસાજીનો સંદેશો કહ્યો. એટલે સાહેબજ મોટા લશ્કર સાથે રાયસિંહજી ઉપર ચડયા અને માળીયા આગળ તેમનો ભેટો થયા. એ લડાઈમાં સાહેબજી કામ આવ્યા. અને રાયસિંહજી પણ સખ્ત ઘાયલ થઈ રણક્ષેત્રમાં પડયા. એ વખતે મકનભારથીની જમાત હિંગળાજથી પાછી વળતાં એ રણક્ષેત્ર આગળ નીકળતાં રાજ રાયસિંહજીની ઘાયલ લેથ તેને મળી. જે લઈ તેઓ દિલ્હી ગયા. ત્યાં રાજ રાયસિંહજી કેટલીક વખત બાવાના લેબાસમાં તેની સાથે રહ્યા. અને અકબર બાદશાહે જ્યારે ખાનખાનાનને ગુજરાતનો સુબા નીમ્યો ત્યારે રાજ રાયસિંહજીને સુબાની ભલામણથી હળવદ પાછું મલ્યું. એ પ્રમાણે સાહેબજીએ જસાજીનું વેર લઈ પિતાને ભાતૃભાવ પ્રાણની આહુતી આપી બતાવ્યો હતો. ઈશ્વર બારોટ પાસે ઠાકરથી જસાજીની રણવિરત્વની કવિતા ધુનાબારોટે ઠાકોરથી સાજની ભલામણ પ્રમાણે રચાવી હતી. જે કાવ્ય અને સંપૂર્ણ મળેલું નથી. પરંતુ જે કાંઇ મળેલ છે તે આ નીચે આપવામાં આવેલ છે –
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy