SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કળ] ધ્રોળટને ઇતિહાસ. " શ્રીદ્વિતીય ખંડ પ્રારંભ: શ્રી પ્રથમ કળા પ્રારંભ % ધોળ સ્ટેટનો ઇતિહાસ. સરહદ-આ રાજ્યની ઉત્તરે અને પશ્ચિમે સં. નવાનગરની હદ આવેલી છે. પૂર્વે સં. નવાનગર ઉપરાંત સં. મેરબી, વાંકાનેર અને રાજકેટની હદ આવેલી છે. અને દક્ષિણે સં. નવાનગર, ગોંડળ, તાલુકે ખીરસરા અને જાળીયા તાલુકાની હદો આવેલી છે. ક્ષેત્ર ફળ અને વિસ્તાર આ રાજ્યનું ક્ષેત્રફળ આસરે ૨૮૨૭ ચોરસ માઇલ છે, અને તેની હુકમતમાં ૭૧ ગામો છે જેમાંથી ૨૮ ખાલસા ૩૫, 3 ભાયાતી ૬ મજમું ૧ ? ખેરાતી છે. વસ્તી:–સને ૧૯૩૧ની વસ્તીગણત્રો પ્રમાણે આ રાજ્યની વસ્તીની સંખ્યા ૨૭,૩૯ની છે જેમાં ધ્રોળ શહેરમાં ૭,૫૦૭ની સંખ્યા વસવાટ કરે છે. અંદાજે ઉપજ અને ખર્ચ-આ રાજ્યની ઉપજ આસરે રૂપીઆ ત્રણ લાખની ગણાય છે. અને ખર્ચ આસરે રૂપીઆ અઢીથી પિણાત્રણ લાખનું થાય છે.' રેલવે-જેકે આ રાજ્યની પોતાની માલીકીની રેલવે નથી. પરંતુ આ રાજ્યની હદમાં થઈને જામનગર અને દ્વારકા રેલવે પસાર થાય છે. છેલ્લાં સાત વર્ષ થયાં ધ્રોળથી પડધરી સુધીની મોટર સર્વિસ ચાલુ થઈ છે. તેથી મુસાફરોને ઘણી સગવડતા થઈ છે. ટૂંક રોડરાજકોટથી જામનગર જતા ટૂંકરોડના અહિં આગળ બે ફાટા પડે છે. જેમાંથી એક જામનગર તરફ અને બીજે જેડીયા તરફ જાય છે. ઐતિહાસિક પ્રખ્યાત સ્થળ-ભૂચરમોરીના નામથી જે જગ્યા સારાએ કાઠિવાડમાં મશહૂર છે તે, ધ્રોળથી આસરે અર્ધા ગાઉને અંતરે આવેલી છે. દરવર્ષે શ્રાવણ માસની વદ-૧૩–૧૪ અને અમાસના રોજ ત્યાં, આગળ થએલ લડાઈની યાદગીરીમાં મેળો ભરાય છે. ભૂચરમોરી સ્થળથી વાવ્ય દિશામાં જેસળપીરનો” ઝુંડ કહેવાય છે. ત્યાં એક નાની વોંકળી જેવો પાણીને અખંડ પ્રવાહ ચાલે છે. તે નદીને મુંઝડી સારણ કહે છે કેમકે ત્યાં “જેસલ (જાડેજ)પીર” જે વખતે તાળીસતિને લઇ આવેલા તે વખતે ધ્રોળનું ઘણુ વાળેલું, ત્યારે તેની વહારે પથુભાનામના દરબાર કેટલાક સૈનિકેથી આવેલ. જેસલ એક્લો હેઈ લડવા હિંમત ચાલી નહિં. તેથી સતિ પાસે ગાયનું ધણ વાળવાની ક્ષમા યાચી તેથી સતિએ દષ્ટિ કરી, તમામ ધણને “મુંઝડા’ રંગનું બનાવી દીધું. અને જેસલે ખોડેલું ભાલું ખેંચી કાઢયું ત્યાં પાણીનો પ્રવાહ ચાલ્યો તે ગાયો પીવા લાગી, તેથી તે નદીનું મુંઝડી સારણ” નામ પડયું. ' હાલ ત્યાં પાણીના પાકા કંડ છે અને આસપાસ તાડીઓનું તથા બીજા વૃક્ષોનું રળિઆમણું ઝુંડ છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy