SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ યદુશપ્રકાશ. (પ્રથમખડ) તે પછી શેઠ મથુરાંદ્રાસ વસનજીએ નામદાર જામસાહેબને તાળીઓના અવાજ વચ્ચે હારતારા અર્પણ કરી ઉપર પ્રમાણેના માનપત્રને ચાંદીની એક સુંદર નકસીદાર કાસ્કેટમાં મેલી, જામસાહેબને અર્પણ કર્યું... હતુ, ઈરવીન હોસ્પીટલમાં નશી`ગ હેામનું ખાત મુહુર્ત ૩૮૪ સદ્ગત મહારાજા જામશ્રી સર રણજીતસિહજી સાહેબે છ લાખ રૂપીના બાદશાહી ખર્ચે આજના વૈજ્ઞાનિક સર્વ સાધન સપન્ન જામનગરમાં ઇરવીન હાસ્પીટલ તૈયાર કરાવી છે. તેમાં રહેતાં દર્દીઓની સારવાર કરવા તેના સગાં વ્હાલાઓને રહેવાની સગવડ માટે શહેરીઓની ઉદારતાને અ ંગે તૈયાર થયેલાં કોટેજીસ ખુલ્લાં મુકવાનાં હતાં અને હાસ્પીટલમાં નર્સીંને તાલીમ આપવાને એક વ` ખાલવાના હતા તે નાઁન રહેવા માટે નિસગહેામના પાયાનું મંગળ સુહૂર્ત પણ સાથેજ હતું (નવેખર ૧૯૭૩) એ શુભ મુહૂત પ્રસંગે હોસ્પીટલના વિશાળ ચાગાનમાં સભામંડપ શણગારવામાં આળ્યા હતા. નિયત થયેલા વખતે નેક નામદાર ખુદાવિદ મહારાજા જામસાહેબ બહાદુર પારખંદરના નામદાર રાણા સાહેબ અને રાજકુમારશ્રીં પ્રતાપસિહજીસાહેબ સાથે પધારતાં સભાજનાએ ઉભા થઇ માન આપ્યું હતું. તે પછી ચીફ મેડીકલ ઓફીસર મી. પ્રાણજીવન હેતાએ આ રાજ્યમાં મેડીકલ ખાતાની શરૂઆત ઇ. સ. ૧૮૬૬થી થઇ ત્યારથી અત્યારસુધીની ટુક હકીકતના પાટ`રજી કર્યાં હતા. તેમાં માજી ચીફ મેડીકલ ઓફીસર દાદાભાઇ ડૉકટર તથા ખાન બહાદુર ડા. કલ્યાણીવાળાની સેવાની નોંધ રિપોટમાં લીધી હતી. તેમજ નર્સિંગહામના બાંધકામમાં સ્વગીય વકીલ દયાશંકર ભગવાનજીના સ્મરણાર્થે તેમના સુપુત્ર જુગતરામભાએ રૂા. ૧૦,૦૦૦)ની રકમ ઉદારતાથી આપી પિતૃઋણ અદા કર્યાનું જણાવ્યુ હતું. ત્યારપછી મહારાજા જામસાહેબશ્રી દિગ્વિજયસિંહજી સાહેબ બહાદૂરે નર્સિંગહેામના પાયાનું ખાતમુર્હુત શાસ્ત્રવિધિ અનુસાર ક ́ હતુ’. અને પારમંદરના નામદાર મહારાણાશ્રી નટવરસિંહજી સાહેબના સુખોરક હસ્તે કાર્ટસ ખુલ્લાં મુકવાની મંગળક્રિયા થયા બાદ હારતારા લઇ મહારાજા સાહે બંગલે પધાર્યાં પછી સભા વિસર્જન થઇ હતી. ખુ. ને. ના, મહારાજા જામસાહેબને કલકત્તામાં મળેલુ માન નામદાર મહારાજાશ્રી જામસાહેબ ગાદીએ બીરાજ્યા પછી તા. ૪ જાન્યુઆરી ૧૯૩૪ના રોજ કલકત્તામાં પ્રથમજ પધાર્યાં એ વેળાએ જામનગરની પ્રજા તથા કલકત્તાની ગુર્જર પ્રજાની મેાટી સખ્યાના પ્રતિષ્ઠિત આગેવાના હાવરા સ્ટેશન ઉપર નામદારશ્રીના સત્કાર કરવા સામા આવ્યા હતા. મહારાજા જામસાહેબ તે પછીના ચાર દિવસ એટલે તારીખ ૮–૧–૩૪ સોમવાર સુધી નામદાર વાયસરોય
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy