________________
(ડષી કળા) જામનગરને ઇતિહાસ
૩૬૩ - ડો. થેમ્સને તાજમી સરદારના સેનાના મેડલ સાથે રૂ. ૧૦૦૧, રેલવે મેનેજર મી. એફ. સી નીસનને તાજમી સરદારના સેનાના મેડલ સાથે રૂ. ૧૦૦૧ શેઠ મથુરાદાસ હરિભાઇને ગોલ્ડ મેડલ સાથે રૂા. ૫૦૧, શેઠ નાનજી કાળીદાસને ગ૯ મેડલ સાથે રૂા. ૫૦૧. શેઠ પોપટલાલ ધારશીને ગોલ્ડ મેડલ સાથે રૂા. ૫૦૧ , ખા બાo મહેરવાનજી પેસ્તનજી દિવાન સાહેબને રૂ. ૧૦૦૧ શ્રી ગોકુળભાઈ. બાપુભાઇ દેશાઇ રેવન્યુ સેક્રેટરીને રૂા. ૧૦૦૧ શ્રી પરશુરામ બી. જુનાકર પોલીટીકલ સેક્રેટરીને રૂા. ૧૦૦૧ શ્રી. હીરાભાઈ મણિભાઈ મહેતા જનરલ સેક્રેટરીને રૂા. ૧૦૦૧ મી. પી. એમ. કરંજીઆ પરસનલ આસીસ્ટંટને રૂા. ૧૦૦૧ મહામહોપાધ્યાય શાસીહાથીભાઇને રૂા. ૧૦૦૧ વૈધ શાસ્ત્રી શાંકરપ્રસાદ ઝડભટ્ટજી. ને રૂા. ૧૦૦૧ કમાન્ડર બેન રૂા. ૫૦૧; શ્ર રેવાશંકર વજેશંકર પંડયા આ. પ્રા, સે, ને રૂા. ૫૦૧ શ્રી જયંતિલાલ એમ બક્ષી આ. પ્રા. સે. ને રૂા. ૫૦૧ મેજર રૂપસિંહજીને રૂ ૫૦૧ ૭ શ્રી સુરસિંહજીને રૂા ૫૦૧ એ ઉપરાંત બીજા ચાર ઇનામો ૨૫૧] બસ એકાવનાનાં અપાયા હતા.
એ શુભ પ્રસંગના દરબારમાં પ્રજા તરફથી નીચેનું માનપત્ર
- આપાયેલું હતું........ ગેબ્રાહ્મણ પ્રતિપાલક નેકનામદાર ખુદાવિંદ મહારાજાધિરાજ જામશ્રી રણજીતસિંહજી સાહેબ બહાદૂર
જી. સી. એસ. આઇ. જી. બી. ઈ. અમે આપ નામદારની નમ્ર પ્રજા આપશ્રીના આ શક્યારેહણના ૨૫ મા વર્ષની પૂર્તિરૂપ રૌય મહોત્સવ પ્રસંગે અમારા અંત:કરણના આનંદદુગાર દર્શાવવા પ્રાપ્ત થએલા અવસરને યથેષ્ટરૂપે નિવેદિત કરવા હદયભાવદર્શક શબ્દરચના આપી શકીએ તેમ નથી તથાપિ આપે આજ સુધીમાં અમારા ઉપર કરેલા ઉપકારોને તથા અમારા હિતકૃત્યને અંશતઃ પ્રકટ કરવા આ અમોને મળેલી તકનો લાભ લઈ માત્ર કૃતજ્ઞતા દાખવી કૃતાર્થ થવા ઇચછીએ છીએ,
નવાનગર સ્ટેટની લગામ આપ નામદારના મુબારક હાથમાં આવ્યા પછી આપ નામદારે મુફત કેળવણું, દવાખાનાં, વિદ્યાલય, વ્યાપારવૃદ્ધિ તથા શહેર સુધારા વગેરે પ્રજાહિતનાં અનેક કાર્યો કર્યા તે સઘળાં જગદ્વિદિત હોઇ તેનું પરિગણન કરવું અનાવશ્યક છે, આપણું ભાવભૂમિ હિંદનું નવીન બંધારણ અને ભાવી જે સમયે ઘડાઈ રહ્યું છે તે સમયે આપ નામદાર દુરંદેશી, અનુભવી અને પ્રભાવશાલી પુરૂષને નરેદ્ર