SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) જામશ્રી વિભાજીસાહેબે નવાનગર સ્ટેટને ઇ. સ. ૧૮૬૨ની મળેલ સનંદ ના આધારે જામશ્રી રણજીતસિંહજી સાહેબને વિ. સં. ૧૯૩૪માં દતક લઇ શાસ્ત્રોક્ત રીતે શ્રીદ્વારકાપુરિમાં ( જામનગરના દ્વારકાપુરી નામના દેવાલયમાં ) દતવિઘાન કરાવી યુવરાજપદવિએ સ્થાપ્યા હતા. જામશ્રી વિભાજીએ કુમારશ્રી રણજીતસિંહજીને પોલીટીકલ એજન્ટ કર્નલ બાન સાહેબની સીધી દેખરેખ નીચે ઍપ્યા હતા, અને એવું કહ્યું હતું કે આને તમે સંભાળ પૂર્વક રાખજે અને તમેજ ઉછેરજો. તેની અંદગી અહિં ભયમાં છે. ” બાર્ટન સાહેબે બે વખત ઘર આગળ રાખ્યા પછી રાજકેટની * રાજકુમાર કોલેજમાં દાખલ કર્યા કુમારશ્રી રણજીતસીહજી કોલેજમાં અંગ્રેજી ભાષાના જ્ઞાન અને રમતમાં પોતાની ચાતુરીથી તુરતમાં પ્રખ્યાત થયા, એ જ અરસામાં જામવિભાજીની મુસલમાન રખાયત રાણથી જસાજીનો જન્મ થતાં રાજ્યના કાવાદાવાના પરિણામે એ નવા જન્મેલા કુંવર “થુવરાજ’ સ્થપાયા, કુમારશ્રી રણજીતસિંહજી માટે આ આઘાત સખ્ત હતા તેપણ જ્યાં સુધી જામ વિભાજી ગાદી ઉપર રહ્યા ત્યાંસુધી છેવટ આજ પરીણામ આવશે એવી તેમને પાકી ખાત્રી ન હતી. - રાજકુમાર કેલેજમાં અભ્યાસ પુરો થતાં જામ વિભાજીએ કુમારશ્રી રણજીતસિંહજીને કેમ્બ્રીજમાં શિક્ષણ લેવા વિલાયત મોકલ્યા. ત્યાં ટ્રિીનીટી કોલેજના “અન્ડર ગ્રેજ્યુએટ તરીકે તેઓ દાખલ થયા અને જામ વિભાજી દર માસે સારી રકમ તેમને મોકલાવતા, હવે વિ. સં. ૧૯૫૧ના વિશાખ માસમાં જામવિભાજી પોઢયા. અને કુમારશ્રી રણજીતસિંહજીની મુશ્કેલીઓની શરૂઆત જનવાનગરના જામસાહેબને દત્તક લેવાની મળેલી સનંદ“ હિંદુસ્તાનના જુદા જુદા રાજા અને જમીનદારો જેઓ હમણાં પિતાના સંસ્થાનોમાં રાજ્ય કરે છે. તે રાજ્ય તેઓને નિરંતર કાયમ રહે અને તેઓનાકુટુંબને પ્રતિનિધી અને મેટાઈ હંમેશાં ચાલ્યા કરે એવી ઇચ્છા મલિકામુઅઝમાને થવાથી, તે ઈચ્છા પાર પડે માટે આ સનંદથી હું તમને તસલ્લી કરૂં છું કે સ્વાભાવિક વારસ ન હોય તે હિંદુધારા અને તમારી ન્યાતની રીત પ્રમાણે તમારા સંસ્થાનનો વાંસેથી રાજ્ય કરનાર તમે જાતે દત્તક ઠરાવશે તે વારસ કબુલ અને મંજુર થશે. જ્યાં સુધી તમારૂં કુટુંબ સરકારને વફાદાર છે અને તહનામાં આનંદ અગર કરતાવેજો જેની શરત પ્રમાણે ચાલવા બ્રિટીશ સરકાર બંધાયેલી છે તે શરત પ્રમાણે ઈમાનદારીથી ચલાવશે ત્યાંહાંસુધી ખાત્રી રાખવી કે કોઈપણ રીતે તમારા કેલકરારમાં અડચણ નહિં આવે તો ૧૧મી માર્ચ સને ૧૮૬૨. (કા. ડી. ભા-ન-પા. ૧૪૦) (સહી) કયાનીંગ + રાજકેટની રાજકુમાર કોલેજના પ્રીન્સીપાલ મી. મૅકેટન ઈ. સ. ૧૮૯માં કુ. શ્રી રણજીતસિંહજીને વિલાયત પિતાની સાથે લઈ ગયા. ત્યારે તેમણે કહ્યું હતું કે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy