SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ (પંચદશીકળા) ૩૪૯ જામશ્રી વિભાજીના અવશાનથી શહેરમાં આઠ દહાડાની હડતાલ પાડી પ્રજાએ શેકની લાગણું જાહેર કરવા એક ગંજાવર સભા શેઠ ટહેમુલજી માહીઆરજી ના પ્રમુખપણ તળે ભરી હતી. તે સભામાં “ સર વિભાજી સ્મારક ફંડ ખેલવામાં આવતાં તે ફડમાં રૂા. ૧૪૧૦૪ અને કેરી ૯૩૪૬પ ની કુલ રકમ જમા થઈ હતી જામશ્રી વિભાજી સાહેબના સ્વર્ગવાસ પછી દીવાનશ્રી મગનલાલ બાપુભાઇએ ચાર માસ સુધી સ્વતંત્ર રાજ્ય કારોબાર ચલાવ્યો હતો, તે પછી રાજ્યની લગામ એડમીનીસ્ટ્રેટર સાહેબ મે. ડબલ્યુ. પી, કેનેડી સાહેબે જુલાઈ માસની ૩૧મી તારીખે સંભાળી હતી અને મગનલાલ બાપુભાઇ દીવાન તરીકે રહ્યા હતા અને તા. ૬-૧-૧૮૯૬ ના રોજ નામદાર બ્રીટીશ સરકારની તથા મહારાજા જામશ્રીની લાંબી મૂદત સુધીની નેક નિષ્ઠા અને પ્રમાણુકપણે નેકરી કરતાં યોગ્ય નિશન મળતાં તેઓ પોતાના વતનમાં (ભાવનગર) ગયા હતા. રાજકોટથી જામનગર સુધીની રેલ્વે લાઇન પણું એજ અરશામાં ખુલી હતી, ઉપરના એડમીનીટના સમયમાં જામનગરની ભાગ્યશાળી પ્રજાને એક અણમુલા રત્નની પ્રાપ્તિ થઈ, તે એ કે ખાન બહાદુર શેઠ મહેરવાનજી પેસ્તનજી બી. એ, એલ, એલ, બી, સાહેબે તે અમલદરમ્યાન જામનગરના ચીફ જ્યુડીશ્યલ ઓફીસરના માનવંતા પેદા ઉપર જામનગરની પ્રજાને અદલ ન્યાય આ૫ આરંભ્યો. વિ. સં. ૧૯૫૯થી ૧૯૬૨ સુધી જામશ્રી જશાજી (બીજા)ના રાજ્ય અમલમાં ખાન બહાદૂર શેઠ મહેરબાનજી નવાનગર સ્ટેટના દીવાન થયા જામશ્રી જશાજીને ટાઇફ્રેડ તાવ લાગુ થતાં તેઓ વિ. સં. ૧૯૬રના શ્રાવણ વદી ૧૦ મીના રોજ સ્વર્ગે ગયા. તે પછી લગભગ છ સાત માસ (જામશ્રી રણજીતસિંહજી સાહેબ ગાદીએ બીરાજતાં) સુધી નવાનગર સ્ટેટને સ્વતંત્ર રાજ્ય કારોબાર આપણું પ્રજાપ્રિય ખાન બહાદુર દીવાનજી સાહેબે સ્વતંત્ર રીતે ચલાવ્યો હતો. આજે લગ ભગ બે વીશીઓથી એ અનુભવી અમાત્યના અદલ ઈન્સાફને અમુલ્ય લાભ જામનગરની પ્રજા લહી રહી છે. એ ન્યાયની પ્રત્યક્ષ મુતિ તુલ્ય વાલાશાનzદીવાનજી સાહેબને આપણા લોક પ્રિય મહેમ મહારાજા જામશ્રી રણજીતસિંહજી સાહેબ વિલાયતની કેટલીએક મુસાફરીમાં પોતાના સાચા સલાહકાર ગણું પિતા સાથેજ રાખતા હતા. તેમજ હાલ પણ વિદ્યમાન જામશ્રી ૭ દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુરે તેઓશ્રીને રાજ્યના એક મહાન સ્થંભ રૂપ માની દીવાન સાહેબની જગ્યાએ કાયમ રાખી એ અનુભવી વયોવૃદ્ધ રાજ્ય ભકત આમાની યોગ્ય કદર કરી છે, એ જામનગરની પ્રજાનાં અહો ભાગ્ય છે, * દીવાનજી સાહેબને કહેવાનો “દિવાન બંગલોતેમજ ગવર્નમેંન્ટમાંથી ખાનબહાદૂરનો માનવંતે ઇલકાબ તથા પિતાના “તાજીમી સરદારનો” ઇલકાબ સુર્વણચંદ્રક સાથે મહુમ જામશ્રી રણજીતસિંહજી સાહેબે એગ્ય શીરપાવથી એનાયત કર્યો હતો. છે ઈતિશ્રી પંચદશીકળ સમાસા ,
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy