________________
જામનગરને ઇતિહાસ. (પંચદશી કળા) ૩૪૩ વિ. સં. ૧૯૪૮ માં જામશ્રી વિભાજી પોતાની જુની રાજધાનીના ખંભાલીઆ શહેરમાં પધારી ત્યાંના મહાજન અને મુસલમાન વચ્ચેને “ખામનાથ મહાદેવ અને તે પાસેની પીરની જગ્યાનો કજીએ લાંબી મુદતથી ચાલતો હતો. અને જેથી મહાજનો રીસાયા હતા. તેથી તેઓને મનાવી, તે તકરારનું સમાધાન કરી, અને ખામનાથ મહાદેવની જગ્યાને ફરતો વરડો રાજ્યખર્ચે કરાવી આપી બંને કેમેને સંપસલાહથી વર્તવા કાયમની સુલેહ કરાવી આપી હતી.
नलीय भीख भंडार, मानधाता महीपती ।. नलीय भीख भंडार, पांडवकुल छत्रपती॥ नलीय भीख भंडार, जोद्ध दशरथके जाये ॥ नलीय भीख भंडार, करण बलीराय कहाये ॥ भूपती कोइ लेवे नहीं, मुसलमान हींदु डरे ॥ रणमालनंद विभेश मुंण, भिख भंडार कैसे भरे ॥
(વિત)–જે. સી. પા. સા. અદાર વિમાની સુના,
कवि भीम कहे गाथा महा नीती मनकी ॥ चारनका गामहं को दाम नहीं लेनो चहीयें. आपके अमीर हुंकी देसो रीती अगकी ॥ दइ धेनुं दान छतां भूप गीरगर भयो, आपके वडीलें तार्यो कथा यह जगकी ॥ दशमको सुंध ध्याय पांसठ मोसमें पेखी.
નાથનો ચોર રર રસથા રાના “ ત્રા” શી (બી. ભા. ના દશમ સ્કંધમાં ૬૫ ના અધ્યાયમાં નગરાજાની કથા છે. કે દરરોજ દાનમાં અપાતી ગાય ભૂલમાં પાછી લેવાણી તેથી ક્રચલાને (કાકડાનો) અવતાર આવ્યો હતો ને જેનો શ્રીક્રષ્ણ પરમાત્માએ ઉધ્ધાર કર્યો હતો, તો દીધેલ દાને પાછું ન લેવાય) વિગેરે ઉપરની મતલબનાં કાવ્યો જામશ્રીએ સાંભળી હુકમ ફરમાવ્યું કે “કવિને એ ગામ વારસા હકથી નહીં પણ ચારણ જાણું ખેરાત તરીકે પાછું આપું છું” ઉપરના ફરમાન અનુસાર દીવાન મગનલાલ બાપુભાઈએ કવિની અરજી નીચે કાલાવડના વહીવટદાર ઉપર ગામને કબજે સેંપી આપવા હુકમ લખી આપ્યો અને જામગ્રીએ તેમાં “વઓ” એવા હસ્તાક્ષર કરી આપતાં હ. તુ. નાં. ૧૨૩૮ તા. ૪-૪-૧૮૯૨ થી નોંઘાવી કવિને કીંમતી પોશાક સાથે એ પત્ર આપી તે દિવસથી રાજ્યકવિ સ્થાપ્યા હતા. (એ કવિરાજ ભીમજીભાઈ તે આ ઇતિહાસ કર્તાના પિતા થાય.)