________________
૩૩૬
શ્રીયદુવંશપ્રકાશ (प्रथम ) જતાં, તેઓશ્રીન (સાદરવાળા જાડેજાશ્રી જાલમસિંહજીનાં) કુમારશ્રી જીવણસિંહજીના નાના કુમાશ્રી રણજીતસિંહજી સાહેબને દત્તક લીધા અને વેદોક્ત રીતે તે દત્તવિધાન શ્રી દ્વારિકાપુરીઝ (જે જામનગરમાં ખંભાળીયાના નાકા બહાર છે, તેમાં કુશળ શાસ્ત્રીઓના હાથે યજ્ઞ કરાવી કર્યું હતું. અને એ દત્તક બ્રિટીશ સરકારે પણ કબુલ રાખ્યા હતા.–
વિ. સં. ૧૯૩૬ ના હાલારી અષાઢ વદ ૯ શનિવારે, જામશ્રી વિભાજી સાહેબે બેડીના નાકા આગળ એક વિશાળ બંગલે બંધાવી, તેનું નામ દિવાન બંગલે રાખ્યું. અને તેમાં પ્રથમ દિવાન નારાયણરાવ ખારકર રહ્યા. અને તે બંગલાના વાસ્તુમાં જામશ્રીને પધરાવ્યા. એ પ્રસંગનું કાવ્ય, રાજકવિ ભીમજીભાઇ બનાભાઇ રતનું રચી, તે સમયની કચેરીમાં બોલ્યા હતા જે નીચે પ્રમાણે છે –
॥ छंद भुजंगी ॥ शकं ओगणीसें छत्रीसें अषाढे, बदी नोमनें वार शनी समाढे ॥ नवानग्रमें वात देखी प्रसिद्धी, दीवाने भली जामने गोठ दीधी ॥१॥ बनाव्यो महा बंगलो तेज कारी, हूइ रुसनाइ नविनं हजारी ॥ नकी छाइ हेयां-अठं एक नीधी, दिवाने भली जामने गोठ दीधी ॥२॥ सीहांसन तेही समे हेम साजा, बिगजा महाराज विभेसराजा ॥ वधाव्या अति हेम कंजे विविधी, दिवाने भली जामने गोठ दीधी ॥३॥ अति उमदी आपीयां पंच वस्त्रं, धरी म्होर रुपां अगें एक सत्रं ॥ कंठो नंग जडीत्रते भेट कीधी, दिवाने भली जामने गोठ दीधी ॥४। गलीचा जरीतें बनावी कचेरी, नचे ताइफा राग तीखा उएरी ॥ बजे घोर म्रदंग तातागीडीधी, दिवाने भली जामने गोठ दीधी ॥५॥ बिलाती बजे नाद बाजां हजारो, हुवा लोक खुशी मळीत्यां हजारो॥ भमे आनंदे जेमही भांग पीधी, दिवाने भली जामने गोठ दीधी ॥६॥ हजारो दीवा हांडीओ फांनसोना, पताका धजा जुथ्थ तेमां निशाना ॥ छुटे दारुखांना-जुवेछे लखाधी, दिवाने भली जामने गोठ दीधी ॥७॥
એ દ્વારિકાપુરીમાં સહુન્નકળશ અભિષેક યજ્ઞ મમ મહારાજા જામી રણજીતસિંહજી સાહેબ બહાદુરે, પિતાના રજત મહોત્સવના શુભ પ્રસંગે તેજ સ્થળે કર્યો હતો. જેનું વર્ણન તેઓશ્રીની કારકીર્દીમાં આપવામાં આવ્યું છે.