SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરનો ઇતિહાસ. (પંચદશી કળા) ૩૧૧ જમશ્રીએ શિતળાના કાલાવડમાં વિ. સં. ૧૯૦૮ માં પધારી, ગામને ફરતો કિલ્લો બાંધવાનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ કાલાવડની પ્રજા ઉપર પિતાને ઘણી જ લાગણી હતી. તે વિષેના કેટલાએક અસલ લેખપત્રો અમાને મળેલ છે. તે અત્રે છાપવામાં આવેલ છે. તે ઉપરથી વાંચકેને રાજા પ્રજા વચ્ચેનો સંબંધ કેટલે પ્રશંસનીય હતો. તે સ્પષ્ટ જણાશે. – જુના લેખેની નકલ – નંબર. ૧. | મિકકો જામશ્રી રણમલજી વચનાત કએ કાલાવડ શેઠ પુરૂષોતમ વિ. નાનજી તથા મહાજન ખેડુ અને વસતી સમસ્ત. જોગ જત કાલાવડની માંડવીએ પાંજરાપોળના ધર્માદાને લાગો દાણ કેરી ૧) એક અપગરે તે ઉપર છુટો એક કરી આપી છે. તે માજન તથા ખેડુ તથા વસતીને કહી ધર્મનું કામ છે તે પળાવી અપાવતાં જજે સાં. ૧૮૯૪ના વૈશાક વદ ૮ (સાદી) નંબર. ૨ | સિકકે જામશ્રી રણમલજી વચનાત કએ કાલાવડ શેઠ કચરા જીવણુ તથા પટેલ આણંદજી તા. દેશી નથુ મુળજી તા. દોશી દમા ખીમાણી તા. ખત્રી ડુંગર કાનજી તા. માજન સમસત તા. વોરા દેવજી વેલજી તા. માશતાન સમસન જોગ જત સમાચાર ઈ છે જે વોરાની જાન બજારમાંથી ગાડે બેસી ચાલી જતાં તમે હડતાલ દીધી હશે એ વાત કરી ઠીક નહિ. માટે લેખ દેખત હડતાલ ઉઘાડી નાખજે. તમે દબારશ્રીના છોરૂ છે માટે નાહક હડતાલ દેવી મુનાસીબ નહિં. સાં. ૧૮૯૮ ના પ્ર. આસુ વદ ૮ સને (સાહી) નંબર. ૩ | સિકકા જામબી રણમલજી વચનાત કએ કાલાવડનું માજન તથા માસ્તાન સમસત જગ જત સમાચાર એ છે જે તમારે ને અહિંના સરમાણી બ્રાહ્મણને ટટો થાતા તમે હડતાલ દીધી હશે તે હડતાલ ઉઘાડજો ને બ્રાહ્મણને તમારા ધારા પ્રમાણે દેજા તે ન લીયે તો જવા દેશમાં સાં. ૧૯૧૨ ના મહા સુદ ૩ (સહી) સિક નંબર. ૪ જામશ્રી રણમલજી તા. કસબ કાલાવડનું મહાજન રિસાયું હતું. તે બાબત કઈ છે તે પળાવી વાડીવાળાની કોડે સાંઢડા બાંધે તેને છોડાવાને માજન અહિં આવેલ છે. તે ભરવાડ સદામત ચારે છે. તે ચરાવાને માજન મુખતાર છે. ઈ વાત પળાવી છે. માજન નાણું આપે નઈ. સ. ૧૯૦૩ ના શાવણ વદ ૧૪ (સાહી)
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy