SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શ્રીયદુવંશપ્રકાશ. (પ્રથમખંડ) પહોંચી જતાં, ત્યાંનો હુમલે નિરર્થક નિવડશે. તેથી કચ્છી લશ્કરે ખંભાળીયાના દરવાજા ઉપર હુમલો કરી તેનો મારો ચલાવ્યો, એટલે મેરૂએ પણ તે દરવાજા ઉપર ચઢી, ત્યાંથી કચ્છી લશ્કર સામે તોપોનો મારો ચલાવ્યો. એ ભયંકર અવાજો અને ધુમાડાની અંધીથી નગરની વસ્તી આકુળ વ્યાકુળ થઇ ગઈ. પરંતુ જેને નાગનાથ મહાદેવ અને કુળદેવી આશાપુરા સહાય છે, તે નવાનગરના અજીત કિલ્લાની એક કાંકરી પણ કચ્છી લશ્કરથી પડી નહિ. તેથી રાસાહેબ અને ફતેહમામંદ જમાદાર બીજે દહાડે વહેલા ખંભાળીયા તરફ કુચ કરી ગયા. પરંતુ ત્યાં પણ નગરની પેઠે કિલાના દરવાજા બંધ થતાં તેને એકાદ બે દિવસ ઘેરે રાખી, છેવટ નિષ્ફળ થતાં, જેવી રીતે આવ્યા હતા તેવાજ પાછા કચ્છ તરફ ગયા. ઉપર પ્રમાણે કચ્છી લશ્કર ઉપર વિજય મેળવ્યા પછી મહેરામણ ખવાસ રાજા તરીકે જ નિ:ડરપણેજ વર્તાવા લાગે. જોકે તેને ઘણું ખમા કહી બબ્બે હાથે સલામો ભરવા લાગ્યા. આ વખતે પ્રસંગોપાત એક સત્યવક્તા ચારણકવિ નગરમાં આવી ચઢ. તેણે એક દરજીની દુકાને જઇ પોતાના અંગરખાની કસ (તુટી જાય તેવી હોવાથી) ટાંકી આપવા કહ્યું, તે દરજી એ વખતે મેરૂખવાસનું અંગરખુ સીવતો હતું. તેથી કવિને જરાક ખભરવા કહ્યું, કવિ પા, અર્ધા કલાક ભર્યા. છતાં દરજીએ કવિની કસ ટાંકી નહિં. તેથી કવિ ગુસ્સે થઈ બોલ્યા કે “હું અર્થે કલાકથી બેડે છું, તે હવે તું જે કપડુ સીવે છે, તે છોડી દે, અને મારી આ કસ ટાંકી દે, કાંઇ મફત નથી ટકાવવી.” સાંભળી દરજી બોલ્યો કે “તમને ખબર છે કાંઈ, આ મેરૂકાકાને અંગરખો છે તે કેમ છેડી દઉં? ” કવિ કહે, “કાક તારે અમારે મનત મહારાજા જામસાહેબનો એક મોટો ગોલ” દરજી કહે ગેલ, ગેલ, કવિરાજ તે અહિં મારી પેઢીમાં કેવાય, એને મર્દ ન કૅવાય.” કવિ કહે “અમે તો તેને મોઢે, જામ-સાહેબના રૂબરૂ, એક વખત નહિ પણ ત્રણ વખત ગેલે કહીએ.” દરજી કહે છે તેમ કહે તો કેરી રેકડી આપું.” કવિ કહે “ચાલ ત્યારે” પછી દરજીએ કસ ટાંકી આપતાં. બન્ને જામસાહેબની કચેરીમાં ગયા. ત્યાં જઈ કવિએ જામશ્રીના યશગાન ગાઇ, જામશ્રીને મળી, આસને બેસતા પહેલાં, મેરૂ ખવાસ સામું જોઈ નીચેનો દુહો લલકાર્યો– તરો–ોરા, જોર, જોરા, દેરા હૈ પરૂ ના નવીયા | ___ भूपत छोडे भेठ । मोढा आगळ मेरवा ॥ १ ॥ ઉપરનો દુહો સાંભળતાં, કચેરીના સભાજનો સર્વ ચકિત થયા, પણ મેરૂએ દુહાની પાછલી કડીઓમાં પિતાની પ્રશંસા સાંભળી, તેથી પોતે ઇનામ આયું, અને જામશ્રી તરફથી પણ પોશાક અપાવ્ય, કવિએ દરજી આગળથી પણ શરત મુજબ કેરી આપાવવા અરજ કરીતુરતજ મેરૂએ એ હકીકત જાણતાં
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy