SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રીયદુવČશપ્રકાશ (પ્રથમખંડ) મેડી સામે તાપને મારવા ગાઠવ્યા, આ વેળા એક આમ જમાદારે વચ્ચે પડી કહ્યું કે, ધણી ઉપર તાપ ચલાવવી, તે તુને લાજમ નથી.” તેથી મેરૂને ભાન આળ્યું, અને તાપ ત્યાંથી ખસેડાવી, સેાગદેખાઇ દરવાજો ઉઘડાવ્યા, અને મેડી ઉપર જઇ જામ જશાજીના પગરખાં, હાથમાં લઇ પાતાની પછેડીથી લુઈ, પગમાં પહેરાવી કહ્યું કે હું તેા આપતા તાબેદાર ગુલામ છુ, આપ જામનગર પધારો ” તેથી જામ જશાજી વગેરે સૌ જામનગર આવ્યા. તે દિવસથી મેરૂખવાસ ભાણામાં દગા ન થાય. અને જામ જશાજીને દગાથી માર્યાનું આળ પાતા માથે ન આવે તેટલા માટે હુંમેશાં પેાતે તમામ ભેજન ચાખ્યા પછી જામ-સાહે અને જમાડતા. વિ. સ. ૧૮૫૩ માં ફતેહુમામદ રણ ઓળંગી ફરી જામનગર ઉપર ચડી આવે છે, તેવા ખખ્ખર મેરૂખવાસને થતાં, તે તેના સામેા ચડયા. કારણ કે તે વખતે મેરૂપાસે સૈનિકાનું મેાટું દળ હતું, કે જે દળને કડીના મલ્હારરાવ ગાયકવાડે કાઢી મેલતાં, મેરૂએ નાકરીમાં રાખ્યું હતું. તેમાં જમાદાર શેરગંજખાન તથા અલીકખાન તથા શાહિમદાદ્દખાન, તથા કરીમદાદખાન, અને અન્વરખાન પેાતાના અફગાન સિપાઇઓ સાથે નાકરીમાં રહ્યાહતા, તેમજ નવાબ-સાહેમ હામીઃખાનનીસાથે પણ એવીશરત કરીહતી કે તમે! મદદ આપે, તે તમને ૨,૧૫,૦૦૦ જામશાહી કારી આપવી, એમ માટુ દળ એકઠું કરી તે સર્વ સૈન્ય સાથે રણના કિનારા નજદીક મેરથી તામાના ધનરોરા ગામે મેરૂએ મુકામ નાખ્યા. ફતેહમામદે પણ પોતાના લશ્કરના મુકામ તેાપના ગાળે પહેાંચી ન શકે તેટલા અંતરે સામી બાજુએ ગાળ્યા. બીજે દહાડે મેરૂખવાસે, પેાતાના લશ્કરના એ વિભાગ પાડી વ્યુહરચના કરી. તેમાં જમણીબાજુ પાતેલીધી અને ડામી ભાજીના વિભાગમાં મદદે આવેલા, જુનાગઢના નવામસાહેબના માણસા તથા ખાટવા જાગીરદાર મુખતારખાન બાબીના, તથા માંગરોળથી આવેલ શેખ મુખતાજખાનના તથા જમાલખાન લેાચના, તથા હરિસંગ પુરબીયાનાં, તથા બાલાગામના જાગીરદાર પ્રતાપસિંહુજી તથા કેશરીસિંહજી અને સીધીઓનાં લશ્કરો ગાઠવ્યાં. જમાદાર ફતેહમામદે મેરૂની જબરી તૈયારી જોઇ લડવાના વિચાર માંડી વાહ્યા. અને રાજ ગજિસંહજીની મારફતે વષ્ટી ચલાવી સુલેહુ કરી, તે એવી શરતે કે આજથી એ માસ સુધીમાં નગર તરફથી દિવાન રઘુનાથજી, જુનાગઢ તરફથી કલ્યાણજી હિરજી, રાજ ગજિસંહુજી તરફથી કરશનજી .ઝાલા અને રાઆસાહેબ તરફથી શા. સવજી મળી જે પ્રમાણે તાડ પાડે તે પ્રમાણે અન્ને બાજુવાળાએ પાળવુ'. ઉપર પ્રમાણે મેરૂએ દગા ભરેલી સલાહુ કરી પેાતાના માથે આવતી મેાટી આફત ટાળી દીધી. વિ. સ’. ૧૮૫૪ માં મેરૂખવાસે જાણ્યું કે કઇ દિવસે મારા દુશ્મના મારી સત્તા લઇ લેશે તેથી તેણે જામ જશાજી આગળથી જોડીયા, બાલભાના પરગણાં. જાગીરમાં લખાવી લીધાં. આમરણ, અને
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy