SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઇતિહાસ. (પ્રથમ કળા) ૦ (૫) વલ્લભીવંશ. તે પછી ગુમવંશના સુબાઓ વલ્લભીવંશી સ્વતંત્ર રાજા થયા, તેમાં શાલીવાહને પોતાને શક લખ્યો તે અદ્યાપી સુધી જ્યોતિષશાસ્ત્રમાં લખાય છે. તે વંશમાં ૧૯ રાજાઓ થયા હતા, તેઓની રાજધાની વલભીપૂર (હાલના વળાની આસપાસના ખંડીએ૨)માં હતી, તેમાં છેલ્લો રાજા શીલાદિત્ય થયો, તેના વખતમાં એક કાકુ નામના મારવાડી વણકે ઇરાનના બાદશાહ શરવાનના કેઈ ખંડીઆ રાજાને ઉશ્કેરી લડાઈ કરાવી રજ્યનો અંત આણ્યો. (વિ. સ. ૩૮૫) (૬) ચાવડાવંશ. વલ્લભીપુરને નાશ થયા પછી ચાવડાવંશના રજપુતેએ સારાષ્ટ્ર દેશમાં સેમનાથની પાસે પાટણ શહેર વસાવી ગુજરાતની રાજધાની પાટણમાં બાંધી, વિ. સં. ૩૮૬ થી સં. ૯૪ર સુધી ચાવડાવંશની સત્તા રહી, તેમાં વનરાજ ચાવડે મહા ૫રાક્રમી રાજા થયો હતો, છેલા રાજા સામત્તસિંહને પુત્ર નહીં હવાથી ચાવડાવંશની સમાપ્ત થઇ. (૭) સેલંકીવંશ. વિ. સં. ૯૪૨ માં મુળરાજ ગાદીએ આવ્યું તે પ૫ વર્ષ રાજ્યકરી વાનપ્રસ્થ થયો ત્યારે તેને કાશીથી પંડિતને તેડાવી સિંહપુર કિલ્લે સીતેર તથા સિદ્વપુરને લગતાં ઘણું ગામો બ્રાહ્મણને ખેરાત આપ્યાં હતાં. તે પછી છો રાજા સિદ્ધરાજ જયસિંહ થયે, તેણે રાષ્ટ્ર જીતવાનું ધારી લશ્કરને કુચ કરવી સહેલી પડે માટે એક મોટી સડક અણહીલવાડથી જુનાગઢ સુધી બંધાવી અને આખે રસ્તે ઝાડો રેપાવી તળાવ, વાવ, કુવા તથા કિલ્લાએ બંધાવેલા હતા, લકરની છાવણુ નાખવા માટે વઢવાણ, સાયલા, હડાળા, ધાંધલપુર, ચોબારી, આણંદપુર, સરધાર, ગોંડલ, વીરપુર અને જેતપુરમાં કિલ્લાબંધી થાણુઓ રાખ્યાં હતાં. તે વંશનો છેલ્લો રાજા ભીમદેવ વિ. સં. ૧૨૨૫ માં અપુત્ર ગુજરી ગયે. સેલંકી વંશમાં ર૫૦ વર્ષ રાજ્ય રહ્યું હતું. (૮) વાધેલાવંશ. કુમારપાળના વખતમાં સેલંકીવંશમાં લવણપ્રસાદ જ હતો તેને ગરાસમાં વાઘેલા ગામનું પરગણું આપ્યું હતું, તેથી તેની અટક વાઘેલા કહેવાણું તેને પુત્ર અનવલમુળદેવ ઉરે વીરધવળ વિ. સં. ૧૨૨૫ માં ગાદીએ બેઠે. તે પછીના વીશળદેવ વાઘેલાએ વીશળનગર અને વીજાપોર વસાવ્યાં. ડાઈને કિલ્લો બાંધે અને સેમનાથના દેવાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યું. એ વંશના છેલા રાજા કરણવાઘેલા પાસેથી વિ. સં. ૧૩૫૦ માં દિલ્હીના બાદશાહ અલાઉદ્દીને સૈારાષ્ટ્ર જીતી લીધું હતું તે પછી ખીલજીવંશ તઘલખવંશ અને મોગલવંશ એમ મુસલમાનેને અમલ ચારેક સિકા રહ્યો હતો તેપછી મરાઠા રાજ્યને અમલ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy