SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શ્રીયદુવંશપ્રકાશ. (પ્રથમખંડ) વિ. સં. ૧૮૫૧માં મહેરામણ ખવાસે ઓખાના વાઘેરે ઉપર ચઢાઈ કરી, ઓખાના રણની પૂર્વ તરફના વાઘેરના “ગાગા’ ગુરગઢ વગેરે તમામ ગામો લઈ લીધાં. એ વખતથી કહેવત ચાલી કે “મેરૂ મારકણ થાશે, ઓખામાં કેમ રહેવાશે.” એ મારકણું મેરૂથી કંટાળી, જામ જશાજી તેના રાક્ષસી પંજામાંથી છુટવાના અનેક ઉપાયો જતા હતા, - વિ. સં. ૧૮૫૩ માં શ્રીમંત પેશ્વા અને ગાયકવાડ સરકારની વતિ, શીવરામ ગાર્દીએ (કામેદાન) કાઠીઆવાડમાં જમે ઉઘરાવવા આવી, પડધરી ગામે મુકામ કર્યો. તેથી મેરૂ ખવાસે દિવાનજીના નાનાભાઇ રણછોડજીને કેકલાક લશ્કર સાથે જમાબંધી ભરવા પડધરી મોકલ્યા. તે તકનો લાભ લઈ જામ જશાજીએ, આરબના જમાદારને મોટા પગારથી તેના તમામ માણસને નોકરીમાં રાખવાનું વચન આપી લલચાવી, પોતાના પક્ષમાં ભેળવ્યું. તેથી એ ટુકડીને જામનગરથી માત્ર એકજ ગાઉ ઉપર આવેલા, મોડકંડા નામના ગામે અગાઉથી મોકલી, એવી સુચના આપી. સંકેત કર્યો કે “તોપનો અવાજ થયે તમારે કાલાવડને દરવાજે આવી મળવું.” તેમ સંકેત કરી ટુકડી રવાના કરી. અને જમાદાર સાલીહ, કે જે કાલાવડના દરવાજાપરની ચોકીપર હતો, તેને પણ પિતાના પક્ષમાં ભેળવી લીધે તેજ દિવસની અધરાત્રે વર્ષોવડતુ હોવાથી વરસાદને વાદળાંવાળી અંધારી રાતનો યોગ જાણુ, જામશ્રી જશાજી પોતાના નાનાભાઈ સત્તાજી સાથે કેટલાક અંગરક્ષકે લઈ દરબાર ગઢમાંથી ભાગી, કાલાવડના દરવાજા માથે ચડી ગયા. અને તે ઉપરથી મેરૂખવાસના “રંગમહેલ ઉપર બંદુકેનો મારો ચલાવ્યો. મેરૂ નિદ્રામાંથી જાગતાં બધો મામલો સમજી ગયા. તેથી તેણે તુરતજ દિવાન રઘુનાથજીને લાવી, કાળાવડના દરવાજાને ઘેરો ઘાલી, તોપને મારો ચલાવવા હુકમ આયે, સંકેત પ્રમાણે જામશ્રી જશાજીએ તોપનો અવાજ કરાવ્યો તે અવાજ સાંભળી “મોડકંડાની સીમમાંથી આરએલેકે એકદમ દોડી આવ્યા. પણ કુદરતને હજી જામશ્રી જશાજીને બંધનમાંથી મુક્ત નહિં કરવા હોવાથી, તેજ વખતે રંગમતિ તથા નાગમતિ નદીઓમાં મોટું પુર આવ્યું. તેથી આરબેની ટુકડી નદીને સામે કિનારે અટકી પડી, દરવાજા ઉપર જામ જશાજી અને નાનાભાઈ સતાજી અને નીચે જમાદાર “શાલિહુ’ તથા તેના થોડાંક માણસ ' લ શીવરામને કેટલાક સેવારામ કહેતા, તે લશ્કર લઈ જેની સરહદમાં મુકામ નાખે તે ત્યાંથી ક્યારે ઉઠશે, તે વિષે પ્રચલિત કહેવત છે કે-- “સેવારાજ જટ્વિી, રે મદિનાને વાર વી” . ગુયાપછી વાર “ર” ને કરતાં કરતાં ગાઢ રી’ | શ || એટલે તે જ્યાં મુકામ નાખે ત્યાં-બે માસને બાર દિવસ રહે, જમે ચુકવ્યા પછી પણ ચાર દિવસ રહે, અને તેનો સર્વ પડાવ ઉપડતાં ઉપડતાં પણ આઠ દિવસ થાય ત્યારે પિતાનો તંબુ પડતો, ત્યાંસુધી લશ્કરનું તમામ ખર્ચ તે સરહદના રાજામાથે પડતું.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy