SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) - શ્રી દ્વાદશીકળા પ્રારંભ: - (૩૭) (૫) જામશ્રી લાખાજી (૧ લા) (ચંદ્રથી ૧૭૩ શ્રી કૃષ્ણ થી ૧૧૯) (વિ. સં. ૧૬૮૦ થી ૧૭૦૧ સુધી ૨૧ વર્ષ) જામશ્રી સતાજીના પાકવિકુમારશ્રી xઅજાજી જે ભુચરમોરીના મહાન યુદ્ધમાં કામ આવ્યા, તેને બે કુમારે હતા. પાટવી લાખાજી અને ફટાયા વિભાજી. જામશ્રી લાખાજી જ્યારે નવાનગરની ગાદીએ બીરાજ્યા ત્યારે દિલ્હીની ગાદીએ બાદશાહ શાહજહાન હતો. તેના વખતમાં ગુજરાતના સુબાએ એક પછી એક નબળા આવતા ગયા તેથી તે તકને લાભ લઈ જામ લાખાજીએ પોતાનું લકર ખુબ વધાર્યું અને આસપાસના પ્રદેશ કબજે કર્યો, તેમજ જામશાહી કેરીઓ ટંકશાળમાં ઘણું જ પડાવી. તેને દેશદેશાવરમાં ખુબ પ્રચાર કર્યો, અને બાદશાહને ખંડણી ભરવી બંધ કરી. એ વખતે કાંકરેજ–અને બીજા ઠેકાણુનાં કેની ઠાકરેએ બંડ કર્યું હતું કાઠીઆવાડમાં જામનગરના જામની પ્રબળ સત્તા વધતી જોઇને તથા ગુજરાતના બંડના ખબર સાંભળીને બાદશાહ ગભરાયો તેથી તેણે આજમખાન નામના હોંશિયાર અને બહાદુર પુરૂષને ગુજરાતને સુબો નિમી અમદાવાદ મોકલ્યો. (વિ. સં. ૧૬૯૧) આઝિમખાને ગુજરાતના કેળીઓને નરમ પાડયા. અને કાઠીઆવાડના કાઠીઓને નરમ પાડવા મિરઝાં સાતારખાનને સોરઠ (જુનાગઢ)ની જગીરની ફોજદારી આપી તેથી તેણે કાઠીઓને નરમ પાડયા. જામશ્રી લાખાજીએ તો આસપાસને મુલક સર કરવા માંડે. અને પિતાની ટંકશાળમાંની લાખે કેરીઓ દેશાવરમાં જવા લાગી તેથી વિ. સં. ૧૬૯૬માં ગુજરાતનો સુબો આઝમખાન શાહી સૈન્ય લઇનવાનગર ઉપર ચઢી આવ્ય, એ વખતે સુલેહ થઇ કે “ જામે બાદશાહી ખંડણ ભરવી તથા ટંકશાળમાં કેરીઓ હવે પછી નવી પાડવી નહિં અને કાઠીઆવાડના કેટલાક બાદશાહી બહારવટીઆઓને જામે પકડી આપવા ” ઉપર મુજબ કેલકરાર થતાં સુબો અમદાવાદ પાછા ગયે. અને એક માસ વિત્યા પછી જામશ્રી લાખાજીએ પાછી કેરીઓ પાડવી શરૂ કરી. તેમજ નવા વર્ષની ખંડણી પણ ભરી નહિં અને સ્વતંત્ર રીતે રાજ્ય ચલાવવા લાગ્યા. * જામ અજાજીને ત્રણ રાણીઓ હતી. તેમાં, વાઘેલી રાણીને વિભાજી હતા. એ વિભાજીને જામસતાજીએ વિ. સં. ૧૬૩ માં કાલાવડ પરગણાંના બાર ગામો ગિરાસમાં આપ્યાં હતા, જ્યારે વિ. સં. ૧૬૬૪ માં જામ સત્તાછ દેવ થયાં, ત્યારે વિભાજી પોતાના માતુશ્રી સાથે કાલાવડમાં રહેવા આવ્યા, તે વખતે વિભાજીની ઉંમર ૧૫ વર્ષની હતી, તે વિભાણ વંશના રાજકોટ અને ગોંડલ સ્ટેટની શાખાની હકીકત, આ ગ્રંથના દ્વિતીય ખંડમાં આપવામાં આવી છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy