SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) જુનાગઢના ગેરી દોલતખાંએ મૂજફરશાહને જુનાગઢમાં રાખે છે, તેવા ખેટા ખબર સુબાને લગભગ આઠેક માસ પછી થતાં, અમદાવાદથી સુબા અઝીઝકોકાએ ફરી જુનાગઢ ઉપર કુચ કરી, એ વેળા જામશ્રી સતાજી સાથે વકીલ મારફત વિષ્ટિ ચલાવી, સુબાએ સુલેહ કરી કે “જુનાગઢ ઉપરને ઘેરે જ્યાં સુધી ચાલે, ત્યાં સુધી જામે-શાહીલશ્કરને અનાજ પાણી વિગેરે રાસંગ- પુરૂં પાડવું.” એ શરત કબુલ થતાં જામશ્રી સતાજી વિ. સં. ૧૬૪૯ ના માહ સુદ ૩ ને રેજ જામનગરમાં આવી ફરી રાજ્યાસને બિરાજ્યા. સુબાએ ત્રણ માસ સુધી જુનાગઢને ઘેર રાખ્યા પછી તે જુનાગઢ સરકર્યું. પણ મુજફરશાહ ઓખામંડળમાં છે તેવા ખબર થતાં, તેણે નવરંગખાનને ઓખામાં મેક, નવરંગખાને ઓખામંડળ જીતી, અઝીઝકેકને ખબર આપ્યા કે, મુજફરશાહ કચ્છમાં લાગી ગયો છે. તેથી અઝીઝકેકે પોતાના સાહેબજાદા અબદલ્લાખાનને કચ્છ તરફ મેકો. કચ્છના રાવ ભારમલજીએ મૂજફરને આશરે આપી રાખ્યો હતો, પણ પાછળથી તેણે દહેશત લાગવાથી, અથવાતે મોરબી મેળવવાની લાલચથી મૂજફરશાહને અબદુલ્લાખાનની ફ્રિજમાં રજુ કર્યો, તેણે તેને પકડી અમદાવાદ લઈ જતાં, રસ્તામાં ધ્રોળની પાસે મૂજફરશાહ અગ્રાવતી આત્મઘાત કરી મરણ પામે. ઈતી શ્રીયદુવંશપ્રકાશે દશમી કળા સમાપ્તા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy