SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ધાડ નાખી ઘણું ખરાબી કરી, અને મહામુસીબતે હું જીવ બચાવી આપ આગળ આવ્યો છું,” એ સાંભળી જામનગરને જીતી આવવા સુબાએ બીડું ફેરવ્યું તે બીડું ખુરમ નામના સરદારે ઝીલ્યું અને તુર્તજ હજારોની ફેજ લઈ જામનગર ઉપર ચડાઈ કરી, દરમજલ ચાલતાં ચાલતાં ચંદ્રાસર નામના તળાવ ઉપર આવી તેને પડાવ નાખે. અમદાવાદના સુબાનું મોટું લશ્કર જામનગર ઉપર ચડી આવે છે તેવા ખબર જામસાહેબને થતાં જેસા વજીરને તેડાવી સઘળી હકીકત કહી જેસા વજીરે કહ્યું કે “આપણે સામે જઇને યુદ્ધ કરવું જામસાહેબના તેજના પ્રતાપે ઘણું શg. એને જેર ર્યા છે. સુબાનુ કટક પ્રથમ કેડીનાર સુધી માર ખાતું ગયું છે અને પાછું હજી ચઢી આવે છે તે બીજીવાર પણ આગળની પેઠે જ થશે એમ કહી સલામ કરી મૂહર્ત જોવરાવી પ્રસ્થાનને તંબુ પાદરમાં ખેંચાવી મુલકમાંથી પોતાના દ્ધાઓને તેડવા સાંઢીઆઓ મોકલી તૈયારી કરતાં ત્રીજે દિવસે લડાયક માણસે સવ એકઠા થયા અને જામશ્રી સતાજી પણ રણસંગ્રામના તંબુએ પધાર્યા પચીશ હજારો ભાયાતો તરફના માણસે આવ્યા. તે સિવાય પોતાની તમામ શીરબંદી અને કંવર અજોજી (પાટવી) તથા કુંવર જસાજી વજીર જેસે, ભારે, રણમલજી વેરાજી, ભાણજીદલ, તેગો છો, અને મહેરામણજી વિગેરે તૈયાર થઈ હોલ માં હાજર થયા ત્યારે જામશ્રી સતાછ હાથી ઉપર બિરાજ્યા ચમરના ઝપાટા થવા લાગ્યા. લડાઇના વાજીંત્રો વાગવા લાગ્યાં. નકીબોની હાકલો થવા લાગી. અને નિશાનના પલ્લા ફરકવા લાગ્યા. તેને સિંદુર ચડાવી તેના રેકડાઓ આગળ ચલાવ્યા. આ પ્રમાણે ચતુરંગી સેના તૈયાર કરી તમાચીરણ ગામના પાધર જઈ ઉંડ નદીને કાંઠે મુકામ ના સુબાની લેજે પણ સામે આવી ગાલીટા નામના ગામે પડાવ નાખે. લાગે, કે “હું તમારા વાંકમાં આવ્યા, તેપણ ભલા ભલાઈ ન મૂકે, એ રીતી પ્રમાણે તમે મારા ઉપર ઘણેજ હાથ રાખે છે.” એમ કહી શીરપાવ આપી, બારગામનો પટો લખી, મીણસાર કાંઠાના પરગણાને લેખ, વજીરને, હાજર કરી, કહ્યું કે, આ મારી નાની ભેટ આપ કબૂલ કરો, વજીરે એ લેખ લઈ કુંવર ભારમલજી (જામશ્રી રાવળજીના કુમાર) ને આપીને કહ્યું કે “ જામસાહેબના કુંવર બેઠાં મારાથી લેવાય નહિ, હું તો એને ગુલામ છું” પછી નવાબે બેડપરગણુના બારગામને પટ લખી હાજર કર્યો, તે પણ તેણે જામસાહેબના ભાયાત બેઠાં મારાથી કેમ લેવાય એમ કહી ભાણજી દલને આપ્યો, ત્યારે વળી નવાબે જોધપર પરગણાના બારગામ લખી વછરને કહ્યું કે, “ જામસાહેબના ભાયાત ઘણું છે અને આપના ઉપકારનો બદલે જુનાગઢ આપી દઉં તેપણુ વાળી શકું તેમ નથી તો મારે માથે મહેરબાની કરી, આ લેખ તે આપ કબૂલ કરો,” આમ કહેવા ઉપરથી તે લેખ વછરે રાખ્યો, આવી ફતેહ કરી ત્રણ પરગણું લઈ જેશવજીર જામનગર આવતાં જામસતાજી ઘણુ ખુશી થયા અને જેશાવરને વછરાતની અવિચળ પદવી બક્ષા, (વિ. વિ. પાને ૧૫૩)
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy