SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ. (નવમી કળા) ૧૭૧ તે જોતાં જ સવ સામતે અને હજુરીયાઓને કહ્યું કે “સામી બાજુ આધે આઘે પાણી ઉપર બળતું કેમ બળતું હશે? સામંતો વિગેરેએ ખુબ નજર ખેચી જોયું પણ તે અગ્નિ ક્યાંઈએ ન જોવામાં આવ્યા, તેથી તેઓ સહુ બોલી ઉઠ્યા કે “અન્નદાતા ક્યાં છે એ બળતું ? બધેય પાછું, પાણી, ભરેલું જળાકાર છે. પાણીમાં કયાંઇ તાપ, બળતો હોય ખરે? એ સાંભળી જામરાવળજીએ પોતે જોયેલા અગ્નિ તરફ (એ તાપણું તરફ) પોતાના જમણે હાથની આંગળી લાંબી કરી, બતાવતાં બતાવતાં બોલ્યા “કે એ આઘે આઘે મારી આંગળી સામે, તાપણું બળે છે. એ “ટમકું? તમે નથી જોઇ શકતા?” એમ વાતો કરે છે. તેટલામાં દૈવી પ્રભાવે (જેમ ઇલેકટ્રીને કંટ લાગે, અથવા તે પેટ્રોલને દૂરથી અગ્નિ લાગે તેમ) લાંબી કરેલી આંગળીના ટેરવા ઉપર, ભડક ભડક એમ બે ત્રણવાર ભડકે થઈ, એલાઈ ગયે, એ સહુ સામતે વિગેરેએ જે, તેટલામાં તો જામરાવળજીના આખા શરીરમાં બળતરા ઉઠી, સહુ તુરતજ નીચે આવ્યા, ફરી કેઈએ તે અગ્નિ ભાળે નહિં, પણ એ કુદરતી અગ્નિએ જામશ્રી રાવળજીના શરીરને “અર્ધદગ્ધ કરી દીધું, એ ઉપરથી દુહે છે કે– ૬ ને નામ, ગાળી નાના શીરે આ आंगळीएथी आग, लागी लाखमशीयाउत ॥ १॥ (प्राचीन) એ પ્રમાણે શરીર અસ્વસ્થ થતાં પિતાને અંતસમ નજીક આવ્યો જાણી, ધ્રોળથી પોતાના ભાઈ હરધોળજીના કુંવર ઠાકેરશ્રી જેશાજી ગાદી ઉપર હતા, તેને બોલાવ્યા, તથા પોતાના બંધુ મોડજી તથા રવાજીને બોલાવ્યા, અને ગંગાજળથી સ્નાન કરી કેટલાંએક ભુમીદાને અને ગૌદાને ક્ય, તેમજ ચારશીયો કરી, દેવમંદિરોમાં દીપ માળાઓ પૂરાવી, પરંતુ પોતાની ઇચ્છા જામનગરમાં એક મોટું દેવાલય ચણાવી, તેમાં શ્રીકૃષ્ણ પરમાત્માની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી. તે પુરી ન થતાં અફસોસ રહ્યો, એ વાતની ઠાકરશ્રી જેસાજીને જાણ થતાં દરબારગઢથી દક્ષીણમાં બજારવચ્ચે એક ભવ્ય દેવાલય “મુની બાવાજીનામનો બા બંધાવતો હતો. અને તેમાં પધરાવવાની મૂર્તિઓ પણ પોતે જ હાથથી ઘડત હતો. તેમના આગળ જઇ ઠાકરશ્રી જશાજીએ સઘળી વાત કહી જામરાવળની ઉમેદ પુરી પાડવા અરજ કરી મુની બોવ મહા સમર્થ અને સિદ્ધ પુરૂષ હતા. તેથી તુરતજ ઠાકરશ્રી જસાજીના કહેવા પ્રમાણે કબુલ કરી તેઓ મને જામશ્રી રાવળજી હજુર આવ્યા, અને ઠારશ્રી જસાજીએ જામશ્રી આગળ તે હકીકત રજુ કરી. પછી મુનીબાવાના માગવા મુજબ રાવળ જામે ધન આપી. તે દેરૂં ખરીશું અને તે સંપૂર્ણ તૈયાર થયે તેમાં મૂર્તિ પધરાવી તેનું ભર્યું કરવા ભલામણ કરી. ત્યારથીએ દેરૂં (દવાલય) “જામનું દેરૂં” એ નામે પ્રસિદ્ધ થયું (હાલ એ જામનું દેરું વિલીઝન ક્રેસંટ અને રાજેન્દ્ર રેડના ખુણુ આગળ વિશાળ રાજમાર્ગ ઉપર વિદ્યમાન છે, અને અંદર જઈ જોતાં જ તે પ્રાચીનતાની
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy