SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રીયદુવ’શપ્રકાશ (પ્રથમખડ) છે, કાંઈ દુશ્મામાં હાથી શાલે ખસે?” આવાં અનેક વચને સભળાવી જામશ્રીને તે ધાડીઓ જોવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરાવી અને તેથી જામશ્રી તેની ધેાડીઆ જોર જુલમથી લઈ લેશે એમ વિચારી પેાતાની ઇર્ષ્યાથી આ પ્રપંચ રચ્ચા. “ પાણીપ’થી દેવગી ઘેાડીઓના વખાણ સાંભળી જામશ્રી રાવળજીને તે ધેાડીઓ જોવાનું મન થયું, અને ફક્ત જોવા માટે લાવવા, એ. રજપુત સરદારોને ગામમાં ( પીપળીએ કામઇ માતાને ત્યાં ) માકલ્યા, તે સરદ્વારા, ચાર પાંચ માણસા સાથે ગામમાં આવ્યા ને “કામઇ માતા ”નું ઘર પુછી ત્યાં ગયા. એ વખતે કામઇ માતાજીને તાવ આવતા હેાવાથી, ઘરમાં ખાટલા ઉપર સુતા હતા, ત્યાં સરદારોએ જઇ માતાજીને પગે લાગી સઘળી વાત જણાવી, તે સાંભળી કામઇમાતા ખેલ્યા, કે “ બાજરાની લયણી ચાલતી હોવાથી ઘરનાં નાનાં મેટા તમામ માણસે સીમમાં ગયા છે, અને તે સાંજે ઘેર આવો, ત્યારે આ બન્ને ધેાડી લક હજુર આગળ આવી જશે, મને તાવ આવે છે, તેથી હું ઘેર છુ, અહીં બીજી કાઇ નથી માટે સાંજરે ધેાડીઓ છાવણીમાં મેાકલશુ` ' અને અમીરોએ તે ઘેાડીએ જોઇ, માટે માતાજીને અરજ કરી કે, આજ્ઞા આપે તે। અમે અમારા માણસાથી ઘેાડીએ છાવણીમાં લઇ જઇએ, અને જામ સાહેબને બતાવી તુરતજ પાછા અમે સાથે આવી અહિં ઠાણમાં બાંધી જશુ” તે સાંભળી માતાજીએ કહ્યું કે, “ જો તમે જાતે ધેાડીઓ અહીં પાછી લાવી બાંધી જવાનું કબુલ કરતા હતા તમે રજપુત છે, માટે હું તમારા ઉપર વિશ્વાસ રાખી કહું છું કે, ભલે ધેાડીઓ છેાડી જાવ, અને જામસાહેબ જોઈ લીએ કે તુરતજ પાછા અહિં બાંધી જાજો, ” સરદારોએ ઘેાડીએ પાછી પહેોંચાડવાની ખાત્રી આપી અને તે બન્ને ધેાડીએ લઇ જામશ્રી આગળ છાવણીમાં રજુ કરી. ઘેાડીએ જોતાંજ તે તુ મેલ ચારણના કહેવા પ્રમાણે બધી વાત મળી, અને તે ધેાડીએ જો વેચાતી આપે તે લેવાનું મન લલચાયુ જામનું મન પારખી આવેલ ચારણે કહ્યું કે “અન્નદાતા ઘોડીએને પાયગામાં બધાવા, સાંજે તેના માલીક (મારેટ) આવશે, ત્યારે વાતચીત કરી નક્કી કરશું,” પહેલા રજપુત સરદારો અન્નેએ અરજ કરી કે- “ઘોડીઓ તુરતપાછી પહોંચાડવાનુ અમે વચન આપી જોવા લાગ્યા છીએ, તે હુકમ ફરમાવા તે સોંપી આવીએ ” પરંતુ જામશ્રીને ઘોડીઓ પસંદ આવવાથી ફરમાવ્યું કે- “ઘોડીઓને પાયગામાં બાંધી, જોગાણ પાણી અનેઘાંસ વિગેરેને 'દોબસ્ત કરો, અને સાંજરે બારોટ આવો એટલે તેના કહેવા પ્રમાણે મૂલ આપી દેશું. ” જામરાવળજીના હુકમ અણફર હતા. તેથી તે ઘોડીએ પાયગામાં બાંધવામાં આવી છ સૂર્યાસ્ત થયા પછી કામઇ માતાનાં સાસુ તથા પતિદેવ વિગેરે પેાતાને ખેતરેથી ગામમાં આવ્યા ગામમાં આવતાંજ ઘોડીઓને જામસાહેબ લઇ ગયા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy