SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) પરંતુ શીતળાના રોગમાં, કંઇ બીજે ઉપચાર થાય નહિં, તેથી લાચાર બની, જામશ્રી રાવળજીએ શીતળા માતાની માનતા કરી, જેથી “જયાજીને આરામ થયે માતાજી આગળ રૂપાંની તળાથી જીયાજીને ખીશ ” તે પછી કુમારશ્રી જીયા ને આરામ થયા પછી, કેટલેક દિવસે જામશ્રી પોતાની સાથે થોડું લશ્કર લઇ, કુમારશ્રી અને જનાના સાથે કાલાવડ પધાર્યા ત્યાં આવી નદિના કિનારે વડ નીચે તંબુઓ નાખી, છાવણીમાં ઉતારે કર્યો, એ વખતે ત્યાં શીતળાને માત્ર એક નાનો મઢ, જે ઓરડે હતો, તેમજ પુજારીની અવ્યવસ્થાને લઇ, જગ્યા પણ ઉજ્જડ જેવી ભાસતી હતી, જામશ્રીના આવવાના ખબર થતાં પુજારીએ આવી એરડે ઉઘાડી જગ્યા વાળીળી સાફ કરી, બાદ જામશ્રીએ કુંવર સાથે આવી, માતાજીના દર્શન કરી, કુંવરની રૂપા ભારોભાર તુલા કરી, માનતા ચડાવી, અને ત્યાં બે દિવસ રહી બ્રાહ્મણની રાશીઓ કરાવી, તેમજ ગામના છોકરાંઓને પણ મીઠાઇ વેંચી આપી. એ વખતે કાલાવડ ગામનો રાજા કાઠી લાખમાંજરીઓ ઘણેજ વૃદ્ધ હતા, અને તે પોતાના ભાઈ વીરમ પાસે કેટડેજ રહેતું હતું, ને તેને પાટવીપુત્ર, દેવાયત માંજરીઓ રાજનો (કાળાવડની વીશીન) તમામ કારભાર ચલાવત હતો, જામશ્રી રાવળજીને તે મળવા પણ આવ્યો નહિં, કારણ કે તે દુર્વ્યસની હેવાથી મોજશોખમાં પડી રહી, પ્રજાને ઘણી જ પીડાતો હતો, જામશ્રી રાવળજીએ એ સઘળી હકીકત જાણીને તેમજ શીતળાના સ્વપ્નને યાદ લાવીને કાળાવડની ચોવીશી લેવાનો વિચાર કર્યો, તેથી જામનગર સ્વાર મોકલી, જેશાવરને કેટલાક લશ્કર સાથે બોલા, તેમજ પાટવી કુમારશ્રી શ્યાજી સાથે જનાનાને કેટલાક અંગરક્ષકો સાથે જામનગર મોકલી આપ્યા. જે વજીર આવ્યા પછી જામરાવળજીએ કાળાવડી નદીના કિનારા ઉપરના કાઠીના દરબાર ગઢમાં પ્રવેશ કરી, ઓચીંતે છાપો માર્યો, એ વખતે ત્યાં ગણ્યા ગાંઠા માણસો હતા, તેઓને કાપી માંજરીઆના મહેલમાં ગયા, પરંતુ દેવાત માંજરીઓ તે એ પહેલાં જ રાજગાદી છડી ઘોડેસ્વાર થઇ ભાગી ગયા હતા, એથી જામશ્રી રાવળજીએ એ માંજરીઆનો ગઢ કબજે કરી, પિતાના નામની દૂવાઇ ફેરવી, કાલાવડની વસ્તી જુમી રાજાના ત્રાસથી મુકત થતાં, જામશ્રી રાવળજીને નજરને છાવર કરી શરણે આવી, જામરાવળજીએ તેઓને શાન્તિ આપી, ગામ ધુંવાડાબંધ જમાડયું, આવી રીતે દેશ અને તેથી કાળાવડની ચોવીશી કબજે કરી, ત્યાં પિતાનું થાણું બેસાડીજામશ્રી જામનગર પધાર્યા કેટલાએક માસ ગયા પછી દેવાયત માંજરીએ પિતાની સાથે કેટલાક ઘોડેસ્વાર લઇ કાલાવડમાં આવી વસ્તીના ઘરમાંથી લુંટ કરી ગયો. થાણુમાં રહેતા માણસે, તે ધાડામાં કેટલાક મરાણું આ ખબર જામનગર થતાં જામ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy