SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ. (નવમી કળા) ૧૪૭ જામરાવળે લખપશાવ કર્યા પણ જશવંત મહેતુએ લીધા નહિ” તે સાંભળી મેકરણ વાઘેલે નિશ્ચય કર્યો કે ગમે તેમ થાય પણ જશવંત મહેડને મારી આગળ યાચના કરાવું, તેજ મારું નામ મેકરણ પછી તેને યુકિત કરી કે દેગામની સીમમાંથી તેઓનાં તમામ ઢેર ઢાંખર, આંહી હાંકી આવવાં અને જ્યારે જશવંત મહેતુ એ હેરેને પાછાં લેવા આવે ત્યારે કહેવું કે તે આ દાનમાં પાછાં આપું છું ” તો તે લેશેજ, અને જામરાવળજી આગળ લાંબે હાથ ન કર્યો. પણ મેકરણ વાઘેલા આગળ લાંબે હાથ કર્યો, “એમ દુનીયા કહેશે તેથી મારી કિર્તિ વધશે ” આવી અવળી કુબુદ્ધિ, વાઘેલાને સુજતાં તે પચાસ, સાઠ ઘેડે સ્વારેથી ગામની સીમમાં આવ્યો, અને જ્યાં જશવંત મહેડનું તથા તેની વસ્તીનું ધણ ચરતું હતું, ત્યાં જઈ તે ધણ વાળવા માંડયું. એ વખતે શેવાળે કહ્યું કે “ આ ઢાર ચારણના ગામનાં છે. તે તમારા (ક્ષત્રીથી) ન લઈ જઈ શકાય, ચારણના ગામને બારવટીયે પણ (ગમે તે જાતને હેય તે) લુંટતો નથી. તે તમે ક્ષત્રી થઈ આશું કરે છે. ત્યારે મેકરણ વાઘેલે કહ્યું કે “જશવંત મહેને કહે છે કે ગેડી ઠાકર તમારાં ઢોર લઈ ગયા છે. તે પાછાં જતાં હોય તો તમે ગેડીએ આવજે આટલું કહી ઠેરવાથી ગેડી તરફ તેઓ ગયા, અને ગોવાળે ગામમાં આવી, જાવંત ગઢવી વિગેરેને ઉપરની વાત કહી, તે સાંભળી જશવંત ગઢવીએ વિચાર કર્યો કે “આ ઠાકરને કુબુદ્ધિ સુજી છે, નહિંતર ક્ષત્રિ થઈ, ગાયોનું ધણ વાળ નહી વળી ચારણના ગામ ઉપર આવું કરે નહીં માટે મને જ ત્યાં બોલાવ્યો છે, તે મારું પણ એવા બોલાવે છે. માટે મને ઢેર પાછાં આપો, તેમ તો હું ન કહું કેમકે એ પણ એક પ્રકારની યાચના છે. બીજા ચારણે (ભાયાતી)એ કહ્યું કે તે ઢેર આપણાં છે ને આપણે પાછાં માગવા તેમાં શું હરકત છે? પરંતુ જશવંત ગઢવી તો એ વાક્યના મર્મને સારી રીતે સમજતા હતા, તેથી પિતાને નિશ્ચય તેને ફેરવ્યો નહિં, અને પોતાના ગામની વસ્તીના લકને તે ધણ લઇ આવવા ગેડી મેકલ્યા પણ વાઘેલાઓએ કહ્યું કે “જશવંત મહેડ આવી મારી આગળ તે ગાય માગે તો હું આપું તેથી તેઓ સહુ પાછા આવ્યા, અને તે વાત સંભળાવી સહુને ખાત્રી થઇ કે આમાં જરૂર પ્રપંચ છે, તેથી સહુએ જશવંત મહેડના કહેવા પ્રમાણે ચાલવા ઠરાવ્યું, જશવંત ગઢવીએ ચારણ ધર્મ પ્રમાણે ત્યાં જઇ ધરણું દેવાનો નિશ્ચય જણવ્યો, કે તુરતજ તમામ ચારણે તથા તેના આસપાસ રહેતા, સગા સંબંધીઓ પણ સાથે ચાલ્યા ને સહુ “ગેડી ગામે ગયા, ત્યાં વટી એકલતાં. મેકરણ વાઘેલે કહ્યું કે “જે જશવંત મહેડ હાથ લાંબો કરે તો હું મારા ઘરની બીજી કેટલીક ગાય સાથે ભેળવી, તમામ ધણ પાછું આપું ” આ જવાબથી ચારણે પોતાના અજાચી વ્રતની ટેક જાળવવા સહુએ એકમત થઈ ગેડીના પાધરમાં મહાદેવના મંદિર આગળ સહુએ “ધરણું દીધું તે પણ મેકરણ વિનાશકાળ પાસે હોવાથી, તે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy