________________
જામનગરના ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૨૯ ઊપરની રીતે “તોપના કાનમાં ખીલા ધબવાનું ” બીડું લઇ જામશ્રીને રાજગાર કચેરીમાં ફરવા લાગ્યું, તે પ્રસંગનું કાવ્ય છે કે
॥दोहा दोढीया ॥ बीडो फिर फिर आवियो, नरको झालियो नाय । ते बड ग्रहियो तोगडे, सोढाबंस सवाय ॥ सोढाबंस सवाय, रजवट रीतडी ॥ चार जगां लग चाय, कहांवण क्रीतडी । नरियंद आगे जायके, शीश नमावीयो । होयन दूजे हाम, बीडो फिर आवीयो ॥१॥ तोपां खोला हुं हणां, घणथट मचवांघांण ॥ तो तो जाणो तोगडो, परबतरो परमाण ॥ परबतरो परमाण, जंगा अरजीत हुं ॥ नीमख उजाळां नेक, हुवा टुक टुक हुं ॥ आपकरां कुरबांन, धणी रे ऊ परां ॥ जाणो एम जरुर, तोडां मुख तोपरा ॥२॥ वि. वि.
અર્થ–રાજફરમાનનું બીડું ફરી ફરીને બેવાર પાછું આવ્યું, પણ કેઈએ લાંબો હાથ કરી બીડું ઝીલશું નહી, પણ તોગાજી સોઢાએં, પોતાની ક્ષત્રીવટ તથા વંશપરંપરાની ચાલ ધારણ કરી ચાર જુગસુધી કિર્તિ રાખવા સારૂ અને કવિઓની કાવ્યમાં દાખલ થવા સારૂ કેઈથી ન બની શકે તેવી હામ ધારણ કરી જામસાહેબને માથું નમાવી બીડું લીધું. અને કહ્યું કે “શત્રુઓનો ઘાણ કાઢી તેના કાન બંધ કરું તેજ મને પરબતજીનો પુત્ર તોગાજી જાણ. ધણુના નીમક વાસ્તે કટકે કટકા થઈ મારું અંગ ઘણુને માથે કુરબાન કરીને પણ તેપોના કાન બંધ કરીશ.
ઉપર મુજબ સેઢા તોગાજીએ બીડું ઝીલી જામશ્રીની સલામ કરી ત્યારે સર્વ સભાસદ તોગાજીના સાહસને જોઇ આશ્ચર્ય પામ્યા અને સહુ તેને શાબાશી આપવા લાગ્યા એ વખતે જામશ્રીરાવળજી એની વિરતાને જે કહેવા લાગ્યા કે.
॥ दोढीया दोहा ॥ रावळ कहीयो रंगहे, तोगा तुं अणतोल ॥ तोवण बीजो कुणतके, करबा मोत कबोल ॥ करवां मोत कबोल, झाळां अंग झोलवो ॥