SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) પુછવાની છે, જે મારે અપરાધ ક્ષમા કરે તો પુછું ” તેથી ત્રિકાળદશીએ અભય વચન આપ્યું, એટલે જામ રાવળજીએ કહ્યું કે “તમે નિત્ય તમારી સ્ત્રીના હાથથી ખાસડાંઓને માર ખાઓ છે તે વાત સાચી છે?” ત્રિકાળદશીએ હા પાડી પછી જામ રાવળજીએ તેનું કારણ અને ઊપાય પુછયે, તેથી ત્રિકાળદશીએ કહ્યું કે હું પૂર્વ જન્મમાં કાગડો હતો, મારી સ્ત્રી, ઘડી, હતી તે ઘડીને મોટું ભાડું હતું, અને ગંગા કિનારે ચરતી હતી, કાગડાના સ્વભાવ પ્રમાણે હનિત્ય તે ઠેલતે હતા, તેથી ઘડીને ઘણું જ દુઃખ થતું એક દિવસે ઘણું જ ઠેલ્યું, તેથી ઘણું લોહી નીકળવા લાગ્યું, તેમ તેમ મને ઘણું જ લીજત પડી, પણ ઘડી અતી પીડાથી ઘણુ ગભરાણુ તેણે પુછડા વડે મને ઉડાડી મેલવાને ઘણે પ્રયત્ન કર્યો, પણ તેનું કાંઇ વળ્યું નહિ અને દૈવ્ય યોગથી તેનું પુછડું મને વીંટાઈ ગયું, હું ઘણું તરફો, તેથી તે ઘેાડી ચમકી અને કિનારા પરથી ગંગામાં પડી ગઈ, મારાં અને ધેડીનાં પ્રાણ સાથે નીકળી ગયા, મેં ઘડીને ઘણું દુઃખ દીધું, તેથી મને મરતી વખતે ઘણે પસ્તા થયો હતો, કે જે હું હવે આમાંથી બચું છે કે પ્રાણીને હવેથી દુ:ખ ન દેવું, એવી મેં મારા અંતરથી પ્રતિજ્ઞા કરેલી તેણે કરી મારૂં અંત:કરણ નિદોષ થયેલું, એવી દશામાં ગંગામાં પ્રાણુ મુક્ત થયે, તેથી ગંગા પ્રતાપે હું બ્રાહ્મણને ત્યાં જન્મીને ત્રિકાળદશી થયે, અને ઘેડી મારી સ્ત્રી થઈ, મેં પુર્વ જન્મમાં તેને દુઃખ દીધું હતું તેના બદલામાં હવે હું તેના હાથથી નિત્ય ખાસડાંને માર ખાઉ છું. ક્ય કર્મો ભોગવવા પડે છે, અને તે ભગવે છુટક થશે. જામ રાવળજીએ તેનો ઉપાય પૂછયો ત્યારે ત્રિકાળદશીએ કહ્યું કે એ ઘડીનું લેાહી જેટલું મેં પીધું હતું, તેમાં હવે સવાપાસેર લેહીનો બદલો આપે બાકી રહ્યો છે, કેમકે અમારે ગ્રહ સંસાર શરૂ થયું ત્યારથી દરરોજ તે મને પાંચ ખાસડાં મારે છે, ગામતરે જવું પડે તો તેટલા દિવસનાં તેને હિસાબે ખાસડાં ખાવા પડે છે, આ બનાવથી મારું દિલ હંમેશાં બન્યા કરે છે, અને તેથી અમુક પ્રમાણમાં મારું લેાહી ઓછું થાય છે, એ હિસાબે આટલી ઊંમરે પહોંચ્યા પછી હવે માત્ર શવા પાસે લેહી બળવું બાકી રહેલ છે, તે ધીમે ધીમે જીદગી પુરી થતાં લેણું ભરાઈ જશે. એ સાંભળી જામ રાવળજીએ કહ્યું કે– “તમે મારૂં દરદ મટાડયું, તે કોઈ પણ ભોગે આપનું આ દરદ મટાહવું છે, માટે આપ જે ઇલાજ બતાવે તે હું તન, મન, ધનથી કરૂં ” ત્રિકાળદશી બોલ્યા કે કઇપણ પ્રકારે બાકીનું લેહી આ સ્ત્રીના પેટમાં જાય, તો પછી તેની મારા પ્રત્યે પૂજ્ય બુદ્ધિ થાય, જે હવે આપને તેમ કરવાનો આગ્રહ હોય તે મારા શરીરમાં રૂબડી મુકાવી શવા પાસે લેહી કહાવે, પછી તે લેહીમાં ચોખા ભીંજવી રાખીને હરકે યુકિતથી તેને ખવરાવે, રાવળજામને આ વાત પસંદ પડી, તેથી ધરૂંબડી મુકાવી ભટજીનું લેાહી કઢાવ્યું, તેમાં ચોખા ભીંજવી સુકાવ્યા પછી ધ્રોળ તે સ્ત્રીને તેડવા રથ મેક, અને કહાવ્યું કે “તમને જામનગરમાં રાણીઓએ તેડાવ્યાં છે, કારણ કે ત્યાં તમોને પહેરામણુ કરી ઘર આપી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy