SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ) અર્થ–બેડમાં કેટલાએક વર્ષ રહી, બાહુબળે દુશ્મનને પરાજય કરી ઓખાની સરહદે અવિચળ સ્થાનક જોઇ ત્યાં ખંભાળીયા નામનું શહેર વસાવી. બાગ તથા નવાણ વગેરેથી સુશોભિત કરી સારે દીવાન રાખી દેવા (આશાપુરાજી) પધરાવી કેટલાક ય કરી, પ્રજાનું પાલન કરવા ત્યાં રહ્યા (વિ. સં, ૧૫૮૫). જામી રાવળજીએ એ પ્રમાણે આમરણ, ખીલેસ, બોટા, બેડ, વગેરે સ્થળામાં ફરતી ગાદી લગભગ દશ બાર વર્ષ રાખી હતી, તે પછી ખંભાનીઆમાં પોતે કાયમની રાજગાદી સ્થાપી ત્યાં શાન્તિથી નિવાસ કર્યો હતો, પરંતુ તે પછી લગભગ દશેક વર્ષે જામનગર (નવાનગર) શહેર શુકનાવાળી (જતીષ શાસ્ત્રીઓ) ના કહેવાથી વસાવાને ત્યાં ગાદી સ્થાપી હતી. તે વાત વિસ્તાર પૂર્વક હવે કહેવામાં આવશે મૂળ જુની ગાદી તરીકે હાલ પણ “ખંભાળીઆ” મનાય છે તે ગામ હાલ જામનગરને મોટો તાલુકો છે અને જામખંભાળીઆના નામે ઓળખાય છે ગામને ફરતો કિલ્લો છે અંદર દરબારગઢ ( ફરતા કીલાવાળે ) છે તેમાં ચાર મજલાની પુરાતની “મેડી છે, તે હાલ ટીલામેડી ના નામે પ્રસિદ્ધ છે. અને જામનગરના જામ જામનગરની ગાદીએ બીરાજ્યા પછી ખંભાળીઆની ટીલામેડીની ( જામશ્રી રાવળજીની) ગાદીએ બીરાજી - રાજ્યતીલક કરાવે ત્યારેજ ગાદીના તાજની ક્રિયા સંપૂર્ણ થઈ કહેવાય હજી સુધી પણ તે પ્રબંધ ચાલ્યો આવે છે.* હું શ્રી જામનગર વસાવ્યા વિષેની હકીકત - જામશ્રી રાવળજી એક સમય વર્ષારૂતુમાં પિતાના સુર સામ સાથે પોતાના પ્રદેશનું નિરિક્ષણ કરતાં કરતાં જામખંભાળીઆથી પૂર્વની ભૂમિમાં નાગના બંદર તરફ પધારતા હતા રસ્તામાં ચાલતાં (હાલ જ્યાં જામનગરમાં જુની થાંભલી છે તે સ્થળની આસપાસ) નાગના બંદરની નજદીક આવતાં “બ” જાળામાંથી એક સસલો ઉઠ, તેની પાછળ શીકારી કુતરાઓ દોડતાં સસલો પાછો વળી કુતરાઓની સામે થયે તે વિષેનાં કાવ્યો છે કે एकसमे असवार, चढे भूपत आखेटह ।। लीओ सुभट अतलार, त्रंबक बाजंत नत्रीठह ।। नदी नागने नाम, नाग बंदर तित नोडे ।। उठे ससो अचंक, देख कूकर पिछ दोडे । * વિદ્યમાન મહારાજા જામશ્રી ક રણજીતસિંહજી સાહેબ બહાદુરે પણ ત્યાંની ગાદીએ બીરાજી ત્યાં રાશીઓ વગેરે કરી જુની પ્રથા જાળવી હતી. તે ટીલા મેડીમાં જામશ્રી રાવ૧છની ગાદી આગળ સાંજે ધુપ દીવો, મશાલ વિગેરે થાય છે. અને ત્યાં દોઢી આંગળ કીલેદાર રહે છે. વિશેષ હકીકત જુઓ તૃતીય ખંડમાં (ખંભાળીઆ તાલુકામાં)
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy