SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ ) रावळ पण व्रत राखीयो, बांधी पाघ बीशेष ॥ हणीया अरहर हाथशुं इळा जमाइ असेष ॥ इळा जमाइ असेष बसे यह मासमु बारह ॥ थाणो तित थळवाय, वळे परीयाण बिचारह ॥ देदासकरी सखीयात जीण, वाहीहणुं खगधार बळ ॥ लखहले जाम कटकां लीए. अगत सोहड एहा अचळ ॥ २ ॥ / દુહા સોરઠા ! रावळ कर कर रोस, रणें तमाची राखीयो ॥ સદમન કાનો તોપ, રવીરા ઘર ની રવાં ? .. राखे थाणो आमरण, संचरीआ वह सेन ॥ सहत उचाळा धणसहे, मरद खाटवा मेन ॥ १॥ वि. वि. અથ–દેદાતમાચીનું સાતહજાર માણસ કામ આવ્યું. અને જામરાવળની ફતેહ થઈ. રાવળજીએ પોતાના પિતાને માર્યાનું વેર લઈ, દેદાની પૃથ્વી સર કરી, આ સાંભળી કેટલાએક રાજાઓને શક લાગે. એવી રીતે ફતેહને ઊત્સવ કરીને પોતાના સુર સામંત અને રિયતના એંશી હજાર ઊચાળા સહીત રાવળજી આમરણ આવ્યા. અને દાતમાચીને માર્યા પછી પાઘડી બાંધવાની પ્રતીજ્ઞા પાર ઉતારી. (માથે જામ લાખાની પાઘડી બાંધી) (જામની પાઘડી મંદીલ બાંધણું ) શત્રુઓને નાશ કરી પોતાનો અમલ જમાવી બારમાસ આમરણમાં રહી થાણાં બેસાડી દેદાએની સહાયતા કરનારાઓને મારવાનું પરીયાણ કર્યું. જામનેં બીજી પૃથ્વી ખાટવાને શોખ થવાથી તે ઘણું ઊચાળા સહીત અને સેના સહીત આગળ વધ્યા, જામશ્રી રાવળજી પોતાનું સૈન્ય લઈ બીજી પૃથ્વી લેવા ચડયા ત્યારે કેટલા એક રાજાઓને ડર લાગતા શરણે આવ્યા પરંતુ ધમલપુર, (હાલનું ધ્રોળ,) ને રાજા હરધમન ચાવડે કે જે દેદાતમાચીને મીત્ર હતો તે તાબે ન થતાં ત્યાં જઈ મોટું યુદ્ધ કરી તેને મારીને જામશ્રી રાવળજીએ ધમલપુરની ગાદી ઉપર પોતાના બંધુ હરધોળજીને બેસાર્યો (વિ. સં. ૧૫૭૫) અને તેઓના નામ ઉપરથી ગામનું નામ બદલી “ધોળ” નામ પાડયું ધ્રોળમાં કેટલાક ઊચાળા રાખી પોતે મુલક સર કરતા કરતા “ખીલેશ” ગામે આવ્યા ત્યાંના હવાપાણ અનુકુળ આવતાં આમરણ ન જતાં ત્યાં જ કેટલાક વર્ષો રહીને વિશ્રાંતી લીધી. નાગના બંદરને રાજા નાગ જેઠ તથા રાણપુરના જેઠવા તથા રામદેવજી તથા ખીમાજી વગેરે વખતો વખત માર્મીક વાક બેલતા હતા કે “રાવળજી વગેરે તે કચ્છમાંથી ભાગી આવ્યા છે અને તેઓ તો વાંઢીઆર માલધારીની માફક
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy