SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ જામનગરના ઇતિહાસ. (સપ્તમી કળા) જામરાયધણજીને કબરજી, રાઉજી અને લાખાજી એ નામના ત્રણ કુંવરે હતા, તેમાં કબીરજી ગાદીએ આવ્યા, અને રઉછના “ઉ” શાખાના રજપુતે થયા અને લાખાજીના વંશમાં “દલ” શાખાના રજપુત થયા. (૬૨) ૨૫ જામશ્રીબરજી (શ્રી 9 થી ૧૦૭ ) (વિ. સં. ૧૩૭૭ થી ૧૩૯ર) જામશ્રી કબરએ બારાની ગાદીએ બીરાજી સમય આવ્યે કાઠીઓની મદદથી લાખીયારવીયરા ઉપર મોટી તૈયારી કરી ચડયા, અને તે લડાઈમાં લાખીઆરવીયરાના જામ હણજીને ઘણુજ ધાસ્તી લાગવાથી ત્યાં રાજધાની રાખવી ભારે થઈ પડવાથી તેણે પોતાના રક્ષણ માટે “હબાય ડુંગર ઉપર રાજ્યગાદી સ્થાપી. તેજ સાલમાં જામ વેણુજી ગુજરી ગયા હતા. જામકબર જીએ લાખીઆર વીયરામાંથી તેઓની ગાદી ફેરવાવી તેટલે સંતોષ માની પિતાની ભૂમિમાં શાંતિથી રાજ્ય ચલાવવા લાગ્યા. જામશ્રી કબરજીને હરધોળજી અને છાજી નામના બે પ્રતાપી કુમાર થયા હરઘોળજી ગાદી ઉપર આવેલ અને જીયાજીના વંશજે જીયા શાખાના રજપુતો થયા. કુંવરશ્રી જીયેજી લાખની ફેજને આડા દેવાય તેવા અડગ વીર હતા. (૧૩) ર૬ જામશ્રી હરધોળજી (શ્રી કુ. થી ૧૦૮ ) (વિ. સં. ૧૩૯૨ થી ૧૪૧૪) જામશ્રી હરધોળજીએ પણ ગાદીએ બીરાજી વડીલેના વખતનું વેર લેવાનું ધારી કાઠી, જત અને બેરીચાના મેટા લશ્કરથી હબાય ઉપર ચડાઈ કરી તે વખતે હબાયની ગાદી ઉપર જામ મુળવાજી હતા. તે શરીરમાં ઘણજ અશક્ત હતા, એટલું જ નહીં પણ બન્ને હાથમાં રગને લીધે તલવાર પકડી શકતા નહીં એવા અસાધ્ય રોગના પરીણામે જામ હરધોળજીએ હબાયપ્રદેશના કેટલાંક ગામો અને કિલ્લાઓને કબજો મેળવેલ હો, છેવટ હબાયની ગાદી કબજે કરવા લશ્કરની મેટી તૈયારીઓ કરતા હતા, તેવામાં દૈવયોગે “મામૈમાતંગદેવ જામ મુળવાજી આગળ હબાય આવ્યો, અને તેના ચમત્કારથી જામ મુળવાજીના શરીરને રોગ ગયો હતો, ને તે દેવની સહાયતાથી જામ મુળવાજીએ જત તથા કાઠી ઉપર ચડાઇ કરી તેને પરાજય કર્યો હતો, આમ એકાએક મુળવાજીની સ્થિતિ સુધરતાં જામ હરધોળજીએ હબાય ઉપર ચડાઈ કરવાનો વિચાર માંડી વાળ્યો હતે. ઉપરની હકીકત જાણતાં તેમજ મામૈમાતંગ પોતાના દેવ છે તેમ માની જામ હરધોળજીએ તેને બારામાં તેડાવી તેનું ઘણું જ સન્માન કર્યું હતું, અને તેને * આ હકીક્ત કચ્છના ઇતિહાસમાં જામ મુળવાજીની કાર્કિદીમાં સવિસ્તર આપેલી છે, ને તેમાં મામૈમાતંગના કચ્છીભાષાના દુહાઓ દ્વિતીયખંડમાં છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy