SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ.. (ષષ્ઠી કળા) કુંવર ગજણછ તથા હેથીજીને દિલ્હી મેકલેલ હતા, આ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણ પાસે ત્રણ હજાર હાથી, ત્રણ લાખ ઘોડેસ્વાર અને દશ લાખ પાયદળ હશ્કર હતું. ભયંકર યુદ્ધને અંતે શાહબુદ્દીને દગાથી પૃથ્વીરાજને પકડ્યો જે શાહબુદ્દીન ઘોરીને અનેકવાર હરાવી જીવતો પકડી ઉદાર દિલથી પૃથ્વીરાજે છોડી મૂકેલ હતો. છતાં એ નરપિશાચ, વિશ્વાસઘાતી, અધમ દુષ્ટ પ્લેછે હિંદના છેલ્લા મહાન ચક્રવર્તી રાજાને નહિ છોડતાં બૂરી રીતે માર્યા. જે સમ્રાટે એ નરાધમ ઉપર ઉપકારેજ કર્યા હતા, તેના બદલામાં એ પ્લેચ્છ અપકારજ કર્યો. - પૃથ્વીરાજ પકડાયા પછી અજમેરમાં હજ રે સ્ત્રીઓ તથા બાળકોની કતલ કરી ર૦ હજાર સ્ત્રી, પુરુષ તથા બાળકને ગુલામ બનાવી ગીજની લઈ ગયો. વિ સં. ૧૨૫૦ માં એજ્યારે હિંદપર ચડી આવેલ ત્યારે તેણે કનોજના રાજા જયચંદ રાઠોડને માર્યો હતો. કાશીમાં ૧૦૦૦ મંદિરે નોડ્યાં હતાં અને બંગાળામાં ઠેકઠેકાણે મુસલમાનોની સત્તા સ્થાપી હતી, વિ. સં. ૧૨૬૨ માં શાહબુદ્દીન ઘોરી સિંધુ નદિને કિનારે પોતાના તંબુમાં આરામ લેતો હતો, ત્યાં દુશ્મનોએ આવી તેના ટુકડે ટુકડા કરી નાખી પૃથ્વીરાજનું વેર લીધું, આ વખતે તેના આગળ અઢળક ખજાનો હતો, કેવળ હીરાએજ ૧૦ મણ હતા. - શાહબુદ્દીનના મરણ વિષે પૃથ્વીરાજ રાસામાં લખેલું છે કે તેનું મરણ પૃથ્વીરાજના હાથથી થશે એમ વીરામહનું વચન નીચે પ્રમાણે છે. “નૃપશાહ ચંદ સુ તીન યં, “રહે એક ઠેર સુ લીન યં. એટલે રાજા, બાદશાહ અને ચંદ એકજ જગ્યએ કામ આવશે, અને એ પ્રમાણેજ સાતતવા પર બેઠેલા શાહબુદ્દીન પૃથ્વીરાજના હાથનું તીર વાગવાથી મરણ પામે, અને ચંદ તથા પૃથ્વીરાજ પણ અન્યોન્યના શસ્ત્ર પ્રહારથી કામ આવ્યા એ વાત સત્ય છે. આ પ્રમાણે જ જામ રાયઘણજીના વખતમાં હિંદમાં કેટલીક ઉથલપાથલ થઈ હતી, જામ રાયઘણજીને ૧ ગજણજી, ૨દેદાજી, ૩ હેથીજી અને ૪ એઠેજી એમ ચાર પુત્રો હતા. કેટલેક વર્ષે માતંગ દેવના વંશમાં એક માત નામને પ્રખ્યાત પુરૂષ થયો, તે રાયઘણજીના દરબારમાં આવ્યો પોતાના વંશમાં એ માનીતો (દેવ) હોવાથી જામ રાયઘણે તેની ઘણુ જ આગતાસ્વાગતા કરી, કેટલાક દિવસ રહીને તે જ્યારે ચાલે ત્યારે જામ રાયઘણજી પોતાના ચારે કુંવરે સાથે પોતાની હદ (ગુંજાળ) સુધી તેને વળાવવા ગયા, દેવનું ચિત્ત પ્રસન્ન જોઈ જામે કુંવરે માટે આશીર્વચન માગ્યું, દેવે કહ્યું કે “તેઓ ચારે જણું જામ કહેવાશે તેથી જામ રાયઘણજી કહેકે તેઓ ચારે જણું સરખા થાય તે ઠીક નહિ ત્યારે દેવ કહેકે “મારૂં વચન ખાલી ન જાય એમ કહી સમાધિ કરી જોયું તો “દાનું મન ઉંચક, ગજણના મનમાં દગા, હેથીના મનમાં અવિશ્વાસ, અને એઠાનું દિલ નિષ્કપટ દી ” તેથી ગજણને બાર પરગણું (જે વ્યાર નામના ડુંગરથી પશ્ચિમ બાજુનો પ્રદેશ) આપ્યું. હોથીને ગજેડ પરગણાના બંદરો વગેરે ગામોની આસપાસના પ્રદેશ આપે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy