________________
વાચકવર્થ ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૨૭. વિબુધસેનની ૩૨૫૦ શ્લોક પ્રમાણમાં ટીકા ૨૮. લક્ષ્મીન્દ્રની ટીકા ૨૯. શુભચંદ્રની ટીકા ૩૦. યોગીન્દ્રદેવની તત્વપ્રકાશિકા ટીકા ૩૧. દેવીદાસ કૃત ટીકા ૩૨. રવિનંદિનું કૃત સુખબોધિની ૩૩. અજ્ઞાત કર્તૃક નિધિરનાકર ૩૪. શ્લોકવાર્તિક ટિપ્પણી ૩૫. અજ્ઞાત કર્તક સંગ્રહભાષ્ય. કદાચ આ ઉમાસ્વાતિની જ રચના છે જે
સંગ્રહકારિકા નામથી પણ ઓળખાય છે. ૩૬. અજ્ઞાત કર્તક ૨૧૪૨ શ્લોક પ્રમાણ ભાષ્ય ૩૭. અજ્ઞાત કર્તક ૧૭૬૪૭ શ્લોક પ્રમાણ સ્ફોટક વૃત્તિ ૩૮. પઘકીર્તિ કૃત ટીકા ૩૯. કનકકીર્તિ કૃત ટીકા ૪૦. રાજેન્દ્રમૌલિન્ કૃત ટીકા ૪૧. સમન્તભદ્રના શિષ્ય શિવકોટી કૃત વૃત્તિ ૪૨. રતસિંહ કૃત ટિપ્પણ ૪૩. પાનંદિન્ શિષ્ય પ્રભાચંદ્ર કૃત વૃત્તિપદ ૪૪. તપાગચ્છીય યશોવિજયજી દ્વારા તત્વાર્થાલોકવૃત્તિ
ઉપર્યુક્ત રચનાઓ સિવાય તત્ત્વાર્થસૂત્ર ઉપર ગુજરાતી, હિન્દી, કન્નડ, અંગ્રેજી, આદિ ભાષાઓમાં પદ્યાનુવાદ, અર્થ, અનુવાદ, વ્યાખ્યા, સાર સહિત અનેક સંશોધન પરક ગ્રંથો ૧૯ મી સદીથી છપાતા આવેલા છે. જેની અત્રે કાલક્રમાનુસાર નોંધ લેવાનો ભરચક પ્રયાસ કરવામાં આવ્યો છે.