________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - પ
નવમી આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન
સંવત્સરી પ્રતિક્રમણની વિધિ અનેક ચિત્રો સાથે' આ નામના એક નવા અભૂતપૂર્વ પ્રકારના ઉપયોગી અજોડ પુસ્તકની ગુજરાતી ભાષામાં સૌથી પહેલી આવૃત્તિ વિ. સં. ૨૦૨૮ના પર્યુષણપર્વ ઉપર મુંબઇમાં બહાર પડી હતી અને એ જોઈને સેંકડો આરાધકો ખાસ કરીને યુવાન વર્ગ ખૂબ ખૂબ રાજી થઇ ગયો હતો અને ગુરુદેવને રૂબરૂમાં અને પત્ર દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા હતા.
ત્યારપછી ૨૫ વર્ષમાં આઠ આવૃત્તિ પ્રકાશિત થઈ અને હવે તેની નવમી આવૃત્તિ ફોટોકમ્પોઝ પ્રીન્ટ દ્વારા પ્રકાશિત થઈ રહી છે. આ પુસ્તક સહુને ખૂબ જ ગમ્યું છે. તેમાં પણ ઉગતી યુવાન પેઢીને તો ખૂબ જ ગમ્યું છે અને સહુને ખૂબ જ ઉપયોગી પણ નીવડ્યું છે, એ સહુને માટે આનંદ અને ગૌરવનો વિષય છે.
આ આવૃત્તિમાં સવારના પ્રતિક્રમણની વિધિને છોડીને બાકીના ત્રણ એટલે ચોમાસી, પક્ષી અને દેવસી પ્રતિક્રમણ કરી શકાય તે રીતે વિધિ અને વ્યવસ્થા રાખી છે એટલે આ પુસ્તક એકંદરે ચાર પ્રકારના પ્રતિક્રમણ કરવામાં ઉપયોગી થઈ શકે તે રીતે આયોજન કર્યું છે.
મુંબઈમાં તો સેંકડો યુવાનો આ પુસ્તકને પ્રતિક્રમણમાં ખુલ્લું રાખીને બેસે છે અને ગુરુમહારાજ જે સૂત્ર બોલતાં હોય તે ધ્યાન રાખીને પુસ્તકમાં છાપેલાં સૂત્રો સાથે વાંચતા રહે છે એટલે વાચકને મનમાં સ્વયં સૂત્રો બોલવાનું થાય તો તેને ભાવથી પ્રતિક્રમણ કર્યાનો એક આનંદ રહે છે.
સામાન્ય કક્ષાની વ્યક્તિને પ્રતિક્રમણ શા માટે? તેનો યથાસ્થિત બોધ થાય માટે પૂ. આચાર્ય શ્રી યશોદેવસૂરીશ્વરજી (પૂ. મુનિશ્રી યશોવિજયજી) મહારાજે ‘પ્રતિક્રમણ એટલે શું? અને તેની સમજ' આ મથાળા નીચે