________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૩ )
જૈન ટ્રસ્ટો અને શ્રીમંતોને ખાસ વિનંતિ
જ્યાં મુનિ મહારાજોનો યોગ ન હોય, પ્રતિક્રમણ ભણાવનાર શ્રાવક પણ ન હોય ત્યાં આ પુસ્તક અત્યંત ઉપયોગી બની ગયું છે.
જૈન ટ્રસ્ટોને અને જૈન શ્રીમંતોને ખાસ નમ્ર વિનંતી કે તમો આ પુસ્તક સારી સંખ્યામાં ખરીદ કરીને નાનાં નાનાં શહેરો તથા તમારા જાણીતા ગામડાઓમાં ખાસ પહોંચાડો જેથી સંવચ્છરી પ્રતિક્રમણની આરાધના તેઓ રૂડી રીતે કરી પોતાના આત્માને આરાધક બનાવ્યાનો આનંદ મેળવે. તમારો જીવનભર ઉપકાર માનશે માટે પુસ્તકો પહોંચાડવાની ફરજ અચૂક બજાવવા નમ્ર વિનંતી છે.
શું ક્રિયાની જરૂર ખરી? પ્રશ્ન –ઘણાં લોકો સાચી, આત્મલક્ષી ક્રિયા પ્રત્યે પણ અરુચિ, વિરોધભાવ રાખે છે, ટીકા-ટીપ્પણ પણ કરે છે. તેઓ કહે છે કે આત્માને ઓળખો, સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી ક્રિયાની કોઈ જરૂર નહિ. - આનો જવાબ ટૂંકામાં ટૂંકો એટલો આપી શકાય કે તીર્થકરોએ કહ્યું છે કે “જ્ઞાન ક્રિયાપ્યાં મોક્ષ:'-જ્ઞાન અને ક્રિયા બંનેથી મોક્ષ બતાવ્યો છે માટે યોગ્ય ક્રિયા કરવી જ જોઈએ. એકલું જ્ઞાન તો ઘણી વખત માણસને અહંકારી-ઉન્માદી, પ્રમાદી બનાવે છે, પરિણામે આત્મા સ્વેચ્છાચારી બની અવળા માર્ગે દોરવાઈ જવાનો પૂરતો સંભવ છે. આ જીવને સ્વેચ્છાચારે વિહરવાની કે સ્વચ્છંદાચારે ચાલવાની અનાદિથી કુટેવો પડી છે. એમને જ્ઞાનની વાત મીઠી અને ક્રિયાની વાત કડવી લાગે છે, પણ એવા જીવોની દશા કેવી છે તે માટે ઉપાધ્યાયજીએ કહ્યું છે કે
જૈસે પાગ કોઉ શિર બાંધે, પહિરન નહિ લંગોટી;
સદ્ગુરુ પાસે ક્રિયા બિનુ સીખે, આગમ બાત હું ખોટી. નીચેનું અંગ ઢાંકવા માટે જેની પાસે લંગોટી પણ નથી અને એ મસ્તક ઉપર મોટી પાઘડી બાંધી બજારમાં નીકળે તો તે કેવો હાંસીપાત્ર બને. એમ જ્ઞાનની-શાસ્ત્રોની મોટી મોટી વાતો કરનાર પાપના શુદ્ધિકરણ માટે થોડી પણ ક્રિયા ન કરે તો તેની આત્મશુદ્ધિ શી રીતે થશે? માટે જ પ્રતિક્રમણની અનિવાર્ય જરૂર છે.
*
**
*
-
-
-
-
-
-
-