________________
( સંવછરી પ્રતિક્રમણ વિધિ જે ૪૩) : સુગુરુ વાંદણાં કેમ કરવાં? તે અંગે નીચેની ટૂંકી હકીકત ધ્યાનમાં બરાબર લો
ચિત્રો (નં. ૨૩ થી ૩૦ જુઓ) સૂચના-ચરવળાવાળો હોય અને ઊભા ઊભા ક્રિયા કરતો હોય તેને ઉભડક બેસી કરવું અને બેઠા બેઠા જ કરતા હોય તેને બેઠા બેઠા કરવું, પણ બંને જણાંઓને નીચેનો વિધિ સરખી રીતે કરવાનો છે. સુગુરુ વાંદણાં એટલે “અહો-કાર્ય-કાય” વાળી (બાર આવર્તાની) ક્રિયા.
આ સૂત્ર ગુરુવંદનનું છે. પૂ. ગુરુદેવો પ્રત્યે પૂજ્ય અને આદરભાવ વ્યક્ત કરવા અને ક્રોધ કે કષાયભાવોથી જે કંઈ અપરાધો-આશાતનાઓ, અતિચારો લાગ્યા હોય તેની ઊંડા અંતઃકરણના ભાવથી ત્રિકરણ યોગે માફી માગવા માટેનું આ ખાસ સૂત્ર છે. આ સૂત્રમાં–
આ હો, કા યં, કા ય, જ ત્તા ભે, જીવ પણ જ, જં ચ ભે, આ ક્રિયા કેવી વિધિથી કરવી? તેનાથી સમાજનો મોટોભાગ અજ્ઞાત છે, તેથી જેને જેમ ફાવે તેવી ચેષ્ટા કરી એક કામ પતાવ્યાનો સંતોષ લે છે, પણ એ અવિધિ દોષ છે. તેથી પ્રતિક્રમણ અશુદ્ધ થાય છે. સમજવા માટે બહુ નાની એવી બાબત એકવાર જો ધ્યાનમાં લઈ લેશો તો તેનો કાયમ લાભ ઉઠાવી શકશો. ૧૨ આવર્તે બાદ થતાં નમસ્કાર સાથેની ક્રિયાને “યથા જાત મુદ્રાથી ઓળખાવી છે. જાત એટલે જન્મ સમયની મુદ્રા. યથાજાત મુદ્રાનો અર્થ કરતાં જન્મ થનારના જન્મ વખતે બે હાથ કપાળે લાગેલા હોય છે, એમ શિષ્ય ગુરુને વંદન કરતી વખતે રજોહરણ, મુહપત્તી અને ચોલપટ્ટો ત્રણ જ ઉપકરણ સાથે બે હાથ કપાળે અડાડીને વંદન કરવું જોઈએ. યથાજાત મુદ્રાનો યથાર્થ ભાવ સંસંગિબ્બો વખતે બરાબર થાય છે. આ મુદ્રા વડે વંદન
૧. યથાજાત મુદ્રા પ્રારંભમાં ઊભા ઊભા થતાં શીર્ષનમન વખતની સમજવી, બાર