________________
( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ $ ૨૯ આરાધના થાય છે. જીવનને સંયમી બનાવવા, વિવિધ કુટેવોથી બચવા, સદાચરણમાં પ્રવૃત્તિ કરવા અને પાપાશ્રવથી અટકવા પચ્ચખાણ એટલે નિયમો ગ્રહણ કરવા જરૂરી છે. પ્રતિક્રમણમાં મુખ્યત્વે ખાવા-પીવાને ઉદ્દેશીને પચ્ચખાણ કરવાનાં છે. આમ આવશ્યક છ પ્રકારનાં છે.
પ્રતિક્રમણ આવશ્યકની જોડે બાકીનાં પાંચ આવશ્યકોની આરાધના અત્યંત જરૂરી હોવાથી તેની એક સાથે જ આરાધના કરવામાં આવે છે. જો કે વહેવારમાં પડિકમણું કર્યું કહેવાય છે પણ ગૌણપણે પ્રતિક્રમણને સહાયક શેષ આવશયકોની આરાધના પણ આવી જાય છે.
વર્તમાનમાં પચ્ચખાણ પ્રતિક્રમણ શરૂ થતાં પહેલાં કરાવાય છે.
આ પુસ્તક મુખ્યત્વે સંવત્સરી પ્રતિક્રમણની વિધિનું હોવા છતાં સવારના રાઈ પ્રતિક્રમણ સિવાય શેષ ચાર પ્રતિક્રમણ પણ આ પુસ્તક દ્વારા કરી શકાય એવી ગોઠવણ આ પુસ્તકમાં કરેલી છે.
સંવચ્છરી પ્રતિક્રમણ શા માટે? અગાઉ જણાવ્યું તેમ આધ્યાત્મિક ગુણોનો ઉત્તરોત્તર વિકાસ થાય, જાણે-અજાણે રોજ રોજ બંધાતાં પાપ કર્મોનું પ્રાયશ્ચિત થાય, કુસંસ્કારોની બાદબાકી અને સુસંસ્કારોનો સરવાળો થાય કે જે સરવાળો ચરમ કક્ષાએ પહોંચીને કોઈ જન્મને અંતે સકલ કર્મનો ક્ષય કરાવી આત્માને મુક્તિ સ્થાને પહોંચાડે માટે પ્રતિક્રમણ હંમેશા કરવું જોઈએ, પણ જેઓ તેમ નથી કરી શકતા તેઓએ વરસમાં એક દિવસ પણ પ્રતિક્રમણ અવશ્ય કરવું જ જોઈએ.
બાર બાર મહિના દરમિયાન આત્મા પ્રમાદને લીધે વિરાધકભાવને વશવર્તી થતાં સ્વભાવદશાની, આરાધક ભાવની પ્રવૃત્તિ છોડીને પરભાવદશાના પંથે દૂર સુદૂર સુધી ચાલી ગયેલો હોય છે. દૂર સુદૂર ગયેલા તે આત્માને, જેમાં દેવ, ગુરુ અને શ્રુતજ્ઞાન વગેરેની ઉપાસનાનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેવી, વળી હિંસા, અસત્ય આદિ અનેકવિધ પાપ દોષોનું શમન કરનારી અને ક્ષમાદિ ધર્મના આચરણ દ્વારા આત્માના ક્રોધાદિ કષાયોનું ઉપશમન કરનારી,