________________
. ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ $ ૧૯ ) સ )
હવે નવાં કર્મો અટકયાં એટલે તે આત્માને અનન્ત કાળથી સંચિત થયેલાં અને આત્મપ્રદેશો સાથે અસ્તિત્વ ધરાવતાં માત્ર પુરાણાં કર્મોને જ ખપાવવાનાં પ્રચંડ પુરુષાર્થમાં લાગી જવાનું રહે.
નવાનું આગમન બંધ થયું એટલે જેની સત્તા વિદ્યમાન હતી તે પણ પ્રશસ્ત શુભ કે શુદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા ખપવા માંડે અને એ જ્યારે સંપૂર્ણ ક્ષય થઈ જાય એટલે મુક્તિ-મોક્ષ જે જીવનનું સાધ્ય હતું તે પ્રાપ્ત થઈ જાય.
હવે જેઓએ ચારિત્ર નથી લીધું એવા આત્માઓને તો ક્ષણે ક્ષણે કર્મો બાંધવાનાં ચાલુ જ રહે, પણ જેઓએ જેટલે અંશે દેશવિરતિ ત્યાગ-ચારિત્રનો સ્વીકાર કર્યો હોય તેને નવાં કર્મ બાંધવામાં કંઈક રાહત રહે છે. અર્થાત્ તેટલે અંશે આયાત ઓછી રહે છે, પણ જો સત્કાર્ય કરતો રહે તો પુરાણાં કર્મોનો ક્ષય જરૂર થતો રહે. તાત્પર્ય એ કે સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં આત્મા જો જોડાઈ જાય તો નવાં કર્મનાં આશ્રવ- આગમન અટકી જાય, એ અટક્યું એટલે સંવર થયો કહેવાય.
ચારિત્ર લીધા પછી સત્તામાં રહેલાં સંચિત-પુરાણાં કર્મોનો ક્ષય કરવા તપની આરાધના કરવી જોઈએ. જેમાં વિનય, સેવા, પશ્ચાત્તાપ, સ્વાધ્યાય, ધ્યાન વગેરેની ઉપાસનાનો પણ સમાવેશ થાય છે.
નવાં કર્મને રોકવાનું કામ ચારિત્ર બજાવે પણ આ ચારિત્રનું જે રીતે પાલન કરવાનું કહ્યું છે તે રીતે પાલન થવું શક્ય નથી હોતું. તેઓમાંચારિત્રવાન જીવોમાં પણ રાગ-દ્વેષ પ્રમાદાદિ દોષો બેઠેલા છે, એટલે વિરતિવંતને પણ મન, વચન, કાયાના યોગો દ્વારા કષાય ભાવો આવી જાય અને તેથી તેને અતિચારો-દોષો લાગવાના જ.
આ રીતે દેશવિરતિવંત ગૃહસ્થો હોય તેઓને તથા જેઓના જીવનમાં કશા જ ત્યાગધર્મનું પાલન નથી હોતું એવા અવિરતિ-અત્યાગી આત્માઓને તો પ્રમાદાદિકથી દોષો સતત લાગવાના જ અને આત્મા કર્મના ભારથી લદાયેલો જ રહેવાનો.
આ દોષો-પાપોનું રોજ રોજ પ્રાયશ્ચિત થઈ શુદ્ધિકરણ થતું જાય તો નવો