________________
આવી અનુકંપા આવે ત્યારે, સગુરૂના બોધની અસર થઈ શકે, અને તે બોધ આત્મજ્ઞાન પામવામાં સહાયભૂત થાય છે. શિષ્યને ધીરે ધીરે અત્યંત દ્રઢ નિશ્ચય થાય છે કે, આજ મોક્ષનો માર્ગ છે અને મારાં સર્વ કર્મ ક્ષય થઈ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ નક્કી થઈ શકે છે. આત્માના સ્વરૂપ અને જ્ઞાન દશા પામવા ષટ પદ ગુરૂએ કહ્યાં છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોકતા છે, આત્માનો મોક્ષ છે અને મોક્ષ માટેનો ઉપાય છે. હવે ગુરૂ શિષ્યના સંવાદથી ષટ પદની સમજણ મળે છે.
૧) શંકા - શિષ્ય ઉવાચ ૪પ નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ
બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ ૪૬ અથવા દેહ જ આત્મા, અથવા ઇંદ્રિય પ્રાણ;
મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૭ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ?
જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૮ માટે છે નહિ આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય;
એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૫ થી ૪૮-પહેલી શંકામાં શિષ્ય કહે છે કે, આત્માનું રૂપ જણાતું નથી, દેહ અને આત્મા એક જ છે. આત્મા જણાતો નથી માટે આત્માનું અસ્તિત્વ જ નથી.
૧) સમાધાન-સગુરુ ઉવાચ ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન;
પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૫૦ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન;
પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૧ જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ;
અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ ૯