________________
૩૬ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ;
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૭ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ;
કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ. ૩૮ કષાયની ઉપશાંતતા, મૂત્ર મોક્ષ-અભિલાષ;
ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૯ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ;
મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૪૦ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય;
તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૧ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન;
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે નિર્વાણ. ૪૨ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય;
ગુરુશિષ્ય સંવાદથી, ભાખું પર્ષદ આંહી.
ષuદ નામકથન
૪૩ “આત્મા' છે, તે નિત્ય છે', “છે કર્તા નિજકર્મ';
છે ભોકત્તા' વળી “મોક્ષ છે' “મોક્ષ ઉપાય સુધર્મ.' ૪૪ ષસ્થાનક સંક્ષેપમાં, પદર્શન પણ તેહ;
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૩૪ થી ૪૪-સાચા ગુરૂ તે આત્મજ્ઞાની હોય છે. કુળગુરૂ આત્મજ્ઞાની જ હોય એવું શક્ય નથી. તેથી જ્યારે સદ્ગુરૂની પ્રત્યક્ષ પ્રાપ્તિ અથવા એમનાં વચનોની પ્રાપ્તિ થાય તો મુમુક્ષુ મન, વચન અને કાયામાં શ્રદ્ધાનાં બીજ સાથે આચરણ કરે છે. ત્રણે કાળ શ્રદ્ધામાં ભક્તિ, સત્સંગ કરવાથી શિષ્યના કષાય શાંત થાય છે, મોક્ષ સિવાય કોઈ અભિલાષા રહેતી નથી અને દરેક પ્રાણી પ્રત્યે અનુકંપા, દયાની લાગણી થાય છે.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ