________________
૫ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ;
વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહિ. ૩ થી પ-અત્યારના સમાજમાં રીતરિવાજમાં ક્રિયાજડતા આવી છે તથા વિદ્વતામાં શુષ્કજ્ઞાનીઓ ખોટા માર્ગને બતાવે છે, તેથી અજ્ઞાની જીવ ઉપર સદ્દગુરૂને કરૂણા આવે છે. ખોટા માર્ગે ચાલનારા જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે અને મોક્ષ અને કર્મબંધ વ્યવસ્થા તે કલ્પના છે એમ કહી અજ્ઞાનીને શુષ્કજ્ઞાનીઓ મોહ સાગરમાં ધક્કો મારે છે.
૬ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન;
તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૭ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૬ થી ૭-ત્યાગ અને વૈરાગનું આચરણ સફળ થાય તો જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન સફળ થઈ શકે છે, કારણ કે તે જ સાચો માર્ગ છે. સમાજમાં કહેવાતા ત્યાગી અને વૈરાગી મનુષ્ય આરંભ પરિગ્રહ છોડતા નથી અને તેથી ભવજાળમાં ફસાઈ જાય છે. ૮ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮. સરળ, બુદ્ધિશાળી, મધ્યસ્થી જીવ, સદ્ગુરૂના બોધના મર્મને સમજે તે યોગ્ય નિર્ણય, યોગ્ય સમયે લે છે. તે મુમુક્ષુનું આચરણ આત્માર્થી થઈ શકે છે.
૯ સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજાક્ષ;
પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૧૦ આત્મજ્ઞાન સમદર્ષિતા, વિચરે ઉદયપ્રયોગ;
અપૂર્વ વાણી પરમભુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૧ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ